ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બંગાળમાં 'જય શ્રી રામ' ન બોલતા શિક્ષકને ચાલુ ટ્રેનમાંથી ધક્કો માર્યો - government

કોલકાત્તાઃ પશ્ચિમ બંગાળમાં એક ગુરૂકુળના શિક્ષકે ફરિયાદ નોંધાવી છે કે, 'જય શ્રી રામ' ન બોલવાના કારણે એક ખાસ પ્રકારના સમૂહ દ્વારા તેને ચાલુ ટ્રેનમાંથી ધક્કો માર્યો હતો. સરકારી રેલ્વે પોલીસના એક અધિકારીએ મંગળવારે આ સમગ્ર માહિતી આપી હતી.

બંગાળમાં 'જય શ્રી રામ' ન બોલતા ગુરુકુળ શિક્ષકને ચાલુ ટ્રેનમાંથી માર્યો ધક્કો

By

Published : Jun 26, 2019, 11:26 AM IST

પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગના જિલ્લાના 26 વર્ષીય ગુરૂકુળના શિક્ષક હફીજ મહોમ્મદ શાહરૂખ હલદરે કહ્યું કે તેઓ ગત ગુરૂવારે ટ્રેન મારફતે કૈનિંગથી હુગલી જઈ રહ્યાં હતા. તે દરમિયાન તેમના ઉપર હુમલો થયો હતો.

અધિકારીએ જણાવ્યું કે, "હલદરે કહ્યું કે કેટલાક લોકોનું ટોળુ તેમની નજીક આવ્યુ અને તેમને જય શ્રી રામ કહેવા માટે જણાવ્યું, પરંતુ તેમણે ના પાડતા લોકોએ તેમને મારવાનું શરૂ કરી દીધુ અને જ્યારે ટ્રેન પાર્ક સર્કસ સ્ટેશમાં પ્રવેશી રહી હતી, તે દરમિયાન ટોળાએ તેમને ધક્કો માર્યો હતો."

હલદરની આંખ અને હાથ પર ઈજા પહોંચી છે.

અધિકારીએ કહ્યું કે હલદરે સોમવારે બાલીગંજ જીઆરપીએસમાં અજાણ્યા લોકો વિરૂદ્ધ લેખિત ફરિયાદ નોંધાવી છે.

ABOUT THE AUTHOR

...view details