ગુજરાત

gujarat

ETV Bharat / bharat

J-K: શોપિયામાં એન્કાઉન્ટર, 3 આતંકવાદીઓ ઠાર - શોપિયા એન્કાઉન્ટર

ભારતીય સેના જમ્મુ-કાશ્મીરના યુવાનોને અપીલ કરી રહી છે કે, તેઓ હિંસાના માર્ગે ન ચાલે અને શસ્ત્રો ન ઉપાડે. તે છતાં ઘણા યુવાનો આતંકવાદ તરફ આગળ વધી રહ્યાં છે. કામરાન ઝહુર મન્હસ શોપિયાના તુર્કવાંગમમાં તાજેતરમાં થયેલા હુમલામાં માર્યા ગયેલા ત્રણ આતંકવાદીઓમાંનો એક છે, જેને સેનાએ ઘણી વાર મુખ્ય પ્રવાહમાં પાછા ફરવાનું કહ્યું હતું.

three-terrorists-killed-in-encounter-in-jammu-and-kashmirs-shopian
જમ્મુ-કાશ્મીરના શોપિયામાં એન્કાઉન્ટરમાં 3 આતંકવાદીઓ માર્યા ગયા

By

Published : Jun 16, 2020, 3:29 PM IST

જમ્મુ કાશ્મીરઃ સેના જમ્મુ-કાશ્મીરના યુવાનોને અપીલ કરી રહી છે કે, તેઓ હિંસાના માર્ગે ના ચાલે અને શસ્ત્રો ના ઉપાડે. તે છતાં ઘણા યુવાનો આતંકવાદ તરફ આગળ વધી રહ્યાં છે. કામરાન ઝહુર મન્હસ શોપિયાના તુર્કવાંગમમાં તાજેતરમાં થયેલા હુમલામાં માર્યા ગયેલા ત્રણ આતંકવાદીઓમાંનો એક છે, જેને સેનાએ ઘણી વાર મુખ્ય પ્રવાહમાં પાછા ફરવાનું કહ્યું હતું.

જમ્મુ-કાશ્મીરના શોપિયામાં તુર્કવાંગમમાં થયેલા હુમલામાં આજે માર્યા ગયેલા ત્રણ આતંકીઓમાં કામરાન ઝહુર મન્હસ છે. સેનાનું કહેવું છે કે, કમાન્ડિંગ ઓફિસર 44 આરઆરકર્નલ એ.કે.સિંહે અગાઉ કામરાનને પાછળ હટાવવા પ્રયાસ કર્યો હતો.

કર્નલ એ.કે.સિંહે કહ્યું કે, તે કામરાનના ઘરે ગયા હતા અને કામરાન તેના પરિવારમાં પરત આવશે તે વાત કરી હતી. કર્નલે કામરાનને ઘરે પાછા બોલાવવા કહ્યું હતું. તે જ સમયે, કર્નલે સેના તમામ સંભવિત સહાય કરશે તે વચન પણ આપ્યું હતું.

સીઓનું કહેવું છે કે, 'સેના આતંકવાદીઓને પાછા લાવવાનો પ્રયાસ કરી રહી છે, જેથી તેઓ સામાન્ય જીવન જીવી શકે. કામરાનને ઘણી વાર ઘરે પાછા ફરવાની અપીલ પણ કરવામાં આવી હતી. પરંતુ અંતે કામરાન માર્યો ગયો. તેની હત્યાથી સાબિત થયું કે, અંતે કોઈ પણ યુવા કાશ્મીરીનો માર્ગ એ હિંસાનો માર્ગ નથી અને હિંસા તેમનું ભવિષ્ય નથી.'

કર્નલે કહ્યું, 'હું ફરીથી ગેરમાર્ગે જનારા યુવાનોને અપીલ કરું છું કે, 'જેમણે હથિયાર ઉઠાવ્યા છે તે લોકો મુખ્યધારામાં પાછા આવી જાય, તેમના માતાપિતાની સેવા કરે, કારણ કે આ સૌથી મોટો જેહાદ છે, જે અલ્લાહ તમારી પાસેથી ઇચ્છે છે.'

ABOUT THE AUTHOR

...view details