- કાશ્મીરના કુલગામમાં આતંકી હુમલો
- ત્રણ ભાજપ નેતાઓની ગોળી મારીને હત્યા
- વડાપ્રધાન મોદીએ ટ્વિટ કર્યું
જમ્મુ કાશ્મીર: કાશ્મીરમાં આતંકવાદીઓએ ભાજપના ત્રણ નેતાઓની ગોળી મારીને હત્યા કરી છે. તેમાંથી એક યુવા મોરચાના જનરલ સેકેરટરી અને અન્ય બે નેતાઓ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, આતંકવાદીઓએ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રી ફિદા હુસેન અને અન્ય બે સાથી નેતાઓને ગોળી મારી હતી. હોસ્પિટલમાં લઈ જતાં ફિદા હુસેનનું મોત નીપજ્યું હતું જ્યારે બીજેપીના અન્ય બે નેતાઓનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું.
ભાજપના નેતાની ગોળી મારીને હત્યા
અન્ય હત્યા કરાયેલા ભાજપના નેતાઓની ઓળખ ઉમર રમઝાન હઝામ અને વસીમ અહમદ તરીકે થઈ છે. ભાજપના કાશ્મીરના મીડિયા ઇંચાર્જ મંજુર બટની હત્યા થવાની પુષ્ટિ થઈ છે. કાશ્મીરમાં આ પહેલીવાર છે જ્યારે ભાજપના ત્રણ નેતાઓની આતંકવાદીઓએ એક સાથે ગોળી મારીને હત્યા કરી છે. જોકે, બે મહિના પહેલા તેમણે ભાજપ સમર્થિત સરપંચોની પણ હત્યા કરી હતી.