મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિ નિમિત્તે 385 મકાનો ધરાવતા આ ગામને સ્થાનિકોએ પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો નિર્ધાર કર્યો હતો. શરૂઆતમાં સ્થાનિકોએ ઘણી સમસ્યાઓ સામનો કરવો પડ્યો હતો. પરંતુ ખૂબ ઓછા સમયમાં તેઓ ઈકોફ્રેન્ડલી સામગ્રીના ઉપયોગ માટે ટેવાઈ ગયા છે. દરેક દુકાન અને મકાન પર પ્લાસ્ટિકના વપરાશ પર નજર રાખવા 10 ટીમો કાર્ય કરતી હોય છે.
ફક્ત 80 દિવસમાં MPનું આ ગામ બન્યુ 'પ્લાસ્ટિક મુક્ત', વાંચો આ વિશેષ અહેવાલ...
મધ્યપ્રદેશઃ ભારતના મહાનગરો અને મોટા શહેરો પ્લાસ્ટિકના નિકાલ માટે ઝઝુમી રહ્યાં છે, ત્યારે મધ્યપ્રદેશનું એક ગામ આવા શહેરો માટે પ્રેરણારૂપ બન્યુ છે. અહીં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકાયો. અને ફક્ત 80 દિવસમાં ગામ પ્લાસ્ટિક મુક્ત બની ગયુ. આ સફળતાનો શ્રેય ગ્રામજનો અને પંચાયતને સમર્પિત છે. ઈન્દોરથી 10 કિલોમીટર દૂર આ સિંડોલ ગામ મધ્યપ્રદેશના 'બ્લુ વિલેજ' તરીકે જાણીતુ છે. કારણ કે અહીં દરેક ખૂણા પર વાદળી ઘરો અને દિવાલો છે. વાદળી રંગ એક રીતે પ્લાસ્ટિક મુક્તિ તરફ ધ્યાન આકર્ષિત કરે છે.
plastic
લોકોને પ્રોત્સાહિત કરવા માટે ગ્રામ પંચાયત મકાન નજીક એક ઝાડને કપડાની થેલીઓથી સજ્જ કરવામાં આવ્યું છે. મહાત્મા ગાંધીની ફિલોસોફી હતી કે, "તમે વિશ્વમાં જે જોવા માંગો છો તે પરિવર્તન બનો", 'બ્લુ વિલેજ'એ 'સ્વચ્છ ભારત' મિશનના ઉદ્દેશ્ય પ્રાપ્ત કરવાનો પ્રયાસ છે.
Last Updated : Jan 9, 2020, 9:01 AM IST