ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ત્રીજા તબક્કાની ચૂંટણીમાં 570 ઉમેદવારો ગુનાહિત પ્રવૃતિમાં સંડોવાયેલા છે

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીમાં ત્રીજા તબક્કામાં ચૂંટણીના મેદાનમાં ઉતરેલા 1612 ઉમેદવારોમાંથી 570 ઉમેદવારોની વિરુદ્ધ ગુનાહિત પ્રવૃતિમાં સંડોવાયેલા છે.

By

Published : Apr 19, 2019, 5:00 PM IST

file

ADR જાહેર કરેલા આંકડાઓ મુજબ જોઈએ તો કોંગ્રેસના 90 માંથી 40 ઉમેદવાર, ભાજપના 97માંથી 38 ઉમેદાવરો વિરુદ્ધ અપરાધિક મામલાઓ નોંધાયેલા છે. માકર્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીના સૌથી ઓછા ઉમેદવાર ગુનેગાર છે.

14 ઉમેદાવરોએ જાહેર કર્યું છે કે, તેઓ દોષિત છે. 13 ઉમેદવારો હત્યાના આરોપમાં સંડોવાયેલા છે. 29 ઉમેદવારો મહિલા વિરુદ્ધના ગુનાના આરોપ છે. જેવા કે, દુષ્કર્મ, છેડછાડ અને બળજબરીપૂર્વક કૃત્ય કરવાના કેસ નોંધાયેલા છે.

ફક્ત 25 ઉમેદવાર ભડકાઉ ભાષણ સંબંધિત કેસમાં સામેલ છે.

115 સંસદીય વિસ્તારોમાં 63ને તો રેડ એલર્ટ શ્રેણીમાં રાખવામાં આવ્યા છે. જ્યાં ત્રણ અથવા તેનાથી વધારે ઉમેદવારોએ પોતાની વિરુદ્ધ અપરાધિક મામલા નોંધાયેલા હોવાની વાત સ્વિકારી છે.

આ રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે 392 ઉમેદવારોએ કરોડોમાં પોતાની સંપતિ દર્શાવી છે.

ત્રીજા તબક્કાનું મતદાન આગામી 23 એપ્રિલે યોજાવાનું છે.

ABOUT THE AUTHOR

...view details