સંસદીય કાર્ય પ્રધાન પ્રહલાદ જોષીએ કહ્યું હતું કે, 35 જેટલા બિલ પાસ કરવાનું લક્ષ્ય છે. બેઠકમાં વિસ્તાર સાથેનું સત્ર હવે 9 ઓગસ્ટે સમાપ્ત થશે.
સંસદનું ચાલુ સત્ર 10 દિવસ લંબાવવામાં આવશે
નવી દિલ્હી: સંસદનું કાર્યવાહી હમણા થોડી વધારી દેવામાં આવી છે, તેની પાછળનો તર્ક કંઈક એવો છે કે, અમુક રોકાયેલા સંસદીય કાર્યો તથા સરકારને ઓછામાં ઓછા 35 બિલ પાસ કરાવવાનો લક્ષ્યાંક છે. જે પુરો કરવા માટે વધુ દિવસોની જરુરિયાત પડી શકે છે. તેથી સંસદીય સત્રના કાર્યદિવસમાં 10 દિવસનો વધારો કરવામાં આવ્યો છે.
Parliament
17મી લોકસભાનું પહેલુ સત્ર 17 જૂને શરુ થયુ હતું. જેની શરુઆત શપથ ગ્રહણ સાથે થઈ અને આ સત્રનું સમાપન 26 જુલાઇએ થવાનું હતું.
જોશીનું આ નિવેદન ભાજપની સંસદીય દળની બેઠકના એક કલાક બાદ આવ્યું છે. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ , વિદેશ પ્રધાન જયશંકર, ગિરીરાજ સિંહ હાજર હતા.