આંધ્ર પ્રદેશઃ સરકાર દ્વારા પ્રાઇવેટ લેબ્સને કોરોના વાઇરસના ટેસ્ટ કરવાની પરવાનગી આપવામાં આવી છેે. આંધ્રપ્રદેશ સરકારે જણાવ્યું કે, હવે કોઇપણ પ્રાઇવેટ લેબ કોરોના વાઇરસનો ટેસ્ટ કરી શકે છે અને તેમને NABL,ICMR દ્વારા પરમિશન આપવામાં આવી છે.
આંધ્ર પ્રદેશઃ હવે પ્રાઇવેટ લેબમાં પણ કોરોના વાઇરસનો ટેસ્ટ થશે
દેશમાં વધતા કોરોના વાઇરસના કેસના કારણે લોકોના ટેસ્ટ કરાવવાની જવાબદારી બની છે, લોકોને લક્ષણ જણાતા તેઓ સરકારી હોસ્પિટલ ખાતે ધસી જાય છે પણ દેશભરમાં કેસ વધતા લોકોના ટેસ્ટમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. જેથી આંધ્રપ્રદેશ સરકારે કોરોના વાઇરસના ટેસ્ટ માટે ખાનગી લેબોને મંજૂરી આપી છે. જ્યારે કોરોના વાઇરસના ટેસ્ટ માટે મસ્ત મોટી ફી પણ વસુલવામાં આવતી હોવાની જાણકારી મળી છે.
હવે પ્રાઇવેટ લેબમાં પણ કોરોના વાઇરસનો ટેસ્ટ થશે
હાલ રાજ્યમાં કોરોના વાઇરસના ટેસ્ટના વધારે પૈસા લેવામાં આવતા હોવાનું સામે આવ્યું છે. ખાનગી લેબે તેમની દરખાસ્તો વાયએસઆર આરોગી ટ્રસ્ટને મોકલી હતી. જિલ્લા તબીબી આરોગ્ય અધિકારીને કોવિડ પરીક્ષણોના નિયમનની જવાબદારી સોંપવામાં આવી છે. હાલ આંધ્રપ્રદેશમાં કોરોના વાઇરસના કુલ 5680 કેસ નોંધાયા છે, જ્યારે કુલ 3105 લોકો કોરનાને માત આપીનેે ઘરે ગયા છે. જ્યારે કુલ 80 લોકોના મોત થયા છેે.