વડાપ્રધાન શેરિંગની ઇચ્છા છે કે, ભુટાનમાં સ્વાસ્થ સુવિધાઓમાં વધારો કરી શકાય. લોટ શેરિંગ એક પ્રોફેશનલ ડોક્ટર છે. તેઓ દર શનિવારે ભુટાનની રાજધાની થિમ્પુમાં આવેલા જિગમે દોરજી વાંગચૂક નેશનલ રેફરલ હોસ્પીટલમાં લોકોની સારવાર કરે છે. વડાપ્રધાન લોટેનું કહેવું છે કે, “લોકો માનસિક થાક ઉતારવા માટે ગોલ્ફ રમે છે, તીરદાંજી રમે છે, પરંતુ મને ઓપરેશન કરવું ગમે છે. તેથી, હું દર શનિવાર હોસ્પીટલમાં જ દિવસ પસાર કરું છું. આ મારો માનસિક થાક દૂર કરવાનો ઉપાય છે.”
ના હોય, ભુટાનના વડાપ્રધાન રીલેક્સ થવા કરે છે મફતમાં સર્જરી..! - bhutan
ભુટાન: વ્યસ્તતાભર્યા સમય વચ્ચે લોકો આરામ મેળવવા માટે ક્યાંક હિલ સ્ટેશન અથવા તો નજીકની સારી જગ્યાએ ફરવા જતાં હોય છે, પરંતુ તમને એ જાણીને આશ્ચર્ય થશે કે, ભુટાનના વડાપ્રધાન દર શનિવારે રીલેક્સ થવા માટે ફ્રીમાં લોકોનું ઓપરેશન કરે છે. ભુટાનના વડાપ્રધાન લોટે શેરિંગ હોસ્પીટલમાં કામ કરતા હોય ત્યાારે હોસ્પીટલનો માહોલ પણ સામાન્ય જ હોય છે.
ભુતાનના વડાપ્રધાન રીલેક્સ થવા કરે છે મફતમાં સર્જરી
લોટે શેરિંગે બાંગ્લાદેશ, જાપાન, ઓસ્ટ્રેલિયા અને અમેરિકામાં ડોક્ટર તરીકેની ફરજ બજાવી છે. 50 વર્ષીય લોટે વર્ષ 2013માં રાજનીતિ જીવનની શરૂઆત કરી હતી, પરંતુ તે સમયે તેઓ ચૂંટણી હારી ગયા હતા. ત્યારબાદ તેઓએ પોતાની ટીમ સાથે ભુટાનના ગ્રામ્ય વિસ્તારોમાં જઇને લોકોની મફતમાં સારવાર કરી અને ત્યારબાદ દેશના વડાપ્રધાન બન્યા હતા. આમ ભુટાનના વડાપ્રધાન દર શનિવારે હોસ્પીટલમાં લોકોની સેવા કરે છે અને રવિવાર તેમના પરિવાર સાથે હોલીડે માણે છે.