મોરબીઃ જિલ્લાના હળવદમાં આવેલા બ્રાહ્મણી નદીના પુલ પરથી 12 ફેબ્રૂઆરીના રોજ જેરામ રવજી ચૌહાણે ડેમમાં ઝંપલાવ્યું હતું. આ ઘટનાની સ્થાનિકોને જાણ થતા શોધખોળ આદરી હતી. જોકે વૃદ્ધનો કોઈ પત્તો ન લાગતા આ મામલે તંત્રને જાણ કરવામાં આવી હતી.
મોરબીના બ્રાહ્મણી ડેમમાં વૃદ્ધનો ત્રણ દિવસે મૃતદેહ મળ્યો
મોરબીઃ જિલ્લાના હળવદમાં આવેલા બ્રાહ્મણી નદીના પુલ પરથી 12 ફેબ્રૂઆરીના રોજ જેરામ રવજી ચૌહાણે ડેમમાં ઝંપલાવ્યું હતું. આ ઘટનાની સ્થાનિકોને જાણ થતા શોધખોળ આદરી હતી. જોકે વૃદ્ધનો કોઈ પત્તો ન લાગતા આ મામલે તંત્રને જાણ કરવામાં આવી હતી.
જિલ્લા અધિક કલેકટર દ્વારા બુધવારે NDRFની ટીમને પત્ર પાઠવ્યા બાદ રાત્રીના ટીમ શોધખોળ માટે આવી પહોંચી હતી. આ તકે સ્થળ પર મામલતદાર વી કે સોલંકી, નાયબ મામલતદાર બી એન કણઝારીયા, જેરામ સોનગ્રા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત હતા. NDRF ટીમના ઇન્સ્પેકટર સૂર્યકાંતકુમાર, સબ ઇન્સ્પેકટર પવનકુમાર શુક્લ, SI ઈન્જીનીયર ધરમપાલ, તેમજ હવાલદાર સંજયકુમાર અને પરમાર ભીમસિંહ 33 લોકોના સ્ટાફ દ્વારા આધુનિક કેમેરાની મદદથી સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ શોધખોળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, પરંતુ પાણીની સપાટી ઊંડી હોવાથી મૃતદેહ મળેવા ભારે મુશ્કેલી પડી હતી.
જોકે ઘટનાને 72 કલાકથી વધુ એટલે કે ત્રણ દિવસબાદ ભારે જહેમત બાદ મુતદહે ને શુકવારે મૃતદેહને શોધવામાં સફળતા મેળવા હતી. ત્યારબાદ મૃતદેહ પરિવારને સોપવામાં આવ્યો હતો.