દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નેહરુનાં કેબિનેટમાં નાણાં પ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર મોરારજી દેસાઈએ કુલ 10 વાર બજેટ રજૂ કર્યું છે. જેમાં બે વાર અંતરિમ બજેટ પણ સામેલ છે. બે વખત મોરારજીએ પોતાના જન્મદિવસ (29 ફેબ્રુઆરી)એ પણ બજેટ રજૂ કર્યા હતા. 1959-60થી 1963-64 વચ્ચે 5 વખત, 1967-68થી 1969-70 વચ્ચે 3 વખત, 1962-63 અને 1967-68 અંતરિમ બજેટ રજૂ કર્યું હતું. 1964 અને 1968માં મોરારજીએ પોતાના જન્મદિન પર બજેટ રજૂ કર્યું હતું.
મોરારજી દેસાઇએ 1968માં પોતાના જન્મદિવસ પર રજૂ કરેલા બજેટમાં ઉદ્યોગોને મોટી રાહતની જાહેરાત કરી હતી, ત્યારે તૈયાર માલને ફૅક્ટરી ગેટથી બહાર કાઢતા પહેલા સરકારી વિભાગ દ્વારા આકારણી કરવામાં આવી હતી. મોરારજીએ આ ગોઠવણમાં ફેરફાર કર્યા હતા. હવે કંપનીઓ પાસે માલ-સામાનનું સ્વ-મૂલ્યાંકન કરવાનો અધિકાર મળ્યો છે.