ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કર્ણાટકમાં ફરી શરૂ થયુ " રિસોર્ટનું રાજકારણ " - politics

બેંગ્લુરુ: કર્ણાટકમાં રિસોર્ટનુંં રાજકારણ ફરી પાછુ ફર્યુ છે. સત્તાધારી કોંગ્રેસ-જેડીએસ અને વિપક્ષી દળ ભાજપા વિધાનસભામાં સંભવિત વિશ્વાસ મત પહેલા તેના ધારાસભ્ય પર નજર રાખી રહ્યાં છે. તેને ધારાસભ્યોની ખરીદીની આશંકા જણાઇ રહી છે.

કર્ણાટકમાં ફરી શરૂ થયુ " રિસોર્ટનું રાજકારણ "

By

Published : Jul 13, 2019, 9:26 AM IST

કોંગ્રેસના 79 ધારાસભ્યોમાં 13 ધારાસભ્યોએ વિધાનસભામાં રાજીનામુ આપી દીધુ છે. જેને લઇને કોંગ્રેસે 50 ધારાસભ્યોને શહેરની બહારના વિસ્તારના એક રિસોર્ટમાં મોકલી દીધા છે.

રિસોર્ટની રાજનીતિ (સૌજન્ય ANI)

જ્યારે, સિદ્ધરમૈયા, નાયબમુખ્યપ્રધાન જી.પરમેશ્વર અને અન્ય પ્રધાન સ્થાનિક તેના પોતાના ધરે રોકાયેલા છે.

બેંગ્લોરની બહાર અને આસપાસના વિસ્તારોમાંથી આવનારા ધારાસભ્યોને રિસોર્ટ ખાતે મોકલી આપ્યા છે. પરંતુ કેટલાક ધારાસભ્યો વિધાનસભા ભવનની પાછળ સિટી સેંટર સ્થિત વિધાન સૌધમાં રોકાયેલા છે.

જેડીએસએ પણ રિસોર્ટમાં 30 ધારાસભ્યો પર બાજ નજર રાખી છે. જેડીએસના 3 ધારાસભ્યો રાજુનામુ આપ્યા પછી 6 જુલાઇના રોડ મુંબઇ ગયા બાદ 7 જુલાઇથી ધારાસભ્યો રિસોર્ટમાં રોકાયેલા છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details