સૂત્રોના જણાવ્યા પ્રમાણે, IAFના લડાયક જેટ વિમાનોએ એંટોનોવ AN-12 ને જયપુર હવાઈમથક પર ઉતરવા માટે મજબૂર કર્યું હતું. આ એક હેવી કાર્ગો વિમાન છે. આ ઘટના શુક્રવારે બપોરના સમય દરમિયાન બની હોય તેમ જાણવા મળ્યું છે. આ અંગે જયપુર હવાઈમથક પર પાયલટ સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે.
કરાચીથી આવી રહેલા વિમાનને IAFએ જયપુરમાં ઉતાર્યું - IAF
નવી દિલ્હી: જૉર્જિયાના વિમાનને ભારતીય વાયુસેનાએ (IAF) જયપુરમાં ઉતાર્યું છે. આ અંગે મળેલ માહિતી પ્રમાણે વિમાન કરાચીની દિશા તરફથી આવી રહ્યું હતું. હાલમાં આ અંગે પાયલટની પૂછપરછ કરવામાં આવી રહી છે.
કરાચીથી આવી રહેલા વિમાનને IAFએ જયપુરમાં ઉતાર્યું
જૉર્જિયાના વિમાન સાથે જોડાયેલી જાણકારી પ્રમાણે, દિલ્હીથી કરાચી માટે ઉડાન ભર્યા બાદ ફ્લાઈટ સંખ્યા AN-12 પોતાનો રસ્તો ભૂલી ગયું હતું. ત્યારબાદ વિમાને ઉત્તર ગુજરાતના ભારતીય વાયુ સીમામાં પ્રવેશ કર્યો હતો. વિમાન નિશ્ચિત કરેલા રસ્તાથી ગુજરાતમાં ગયુ નહીં. ત્યારબાદ એર ડિફેન્સ સિસ્ટમથી IAFએ તેની માહિતી મેળવીને તેને જયપુર હવાઈમથક પર ઉતરવા માટે મજબૂર કર્યું.