ગુજરાત

gujarat

ETV Bharat / bharat

લગ્નજીવનની પરિપૂર્ણતા...

લગ્ન એ બે પરિવારોનું ખુશીનું મિલન છે જે બે વ્યક્તિઓ દ્વારા બને છે. આ સુખી સંગઠનમાં બે વ્યક્તિ સમાજને આગળ વધારવા માટે ઉજવણીનો ધ્યેય રાખે છે.

લગ્નજીવનની પરિપૂર્ણતા...
લગ્નજીવનની પરિપૂર્ણતા...

By

Published : Aug 1, 2020, 6:37 PM IST

હૈદરાબાદ : લગ્ન એ બે પરિવારોનું ખુશીનું મિલન છે જે બે વ્યક્તિઓ દ્વારા બને છે. આ સુખી સંગઠનમાં બે વ્યક્તિ સમાજને આગળ વધારવા માટે ઉજવણીનો ધ્યેય રાખે છે.

એકવાર લગ્નની ઉજવણી થઈ જાય, પછીનો સવાલ તમામ અપેક્ષાઓની સમાપ્તિના અનુભવો પર કેન્દ્રિત થાય છે. કેટલાક લોકો માટે આ સુખદ પ્રશ્ન નહીં હોઈ શકે કારણ કે તેઓ કદાચ પ્રથમ તબક્કે સફળતા પ્રાપ્ત ન કરી શકે. આ પાર્ટનર વચ્ચે વધુ અગવડતા, ભય અથવા ચિંતા તરફ દોરી જાય છે જેનાથી બંને પાત્ર પર દબાણ વધે છે.

યોગ્ય ઉંમરે યોગ્ય વ્યક્તિ પાસેથી યોગ્ય માહિતી મેળવવાની સુસંગતતા અને મહત્વ, દરેક અનુભવને આનંદપ્રદ અને પરિપૂર્ણ બનાવવામાં મોટો ભાગ ભજવે છે.

પરંતુ આની બીજી બાજુએ અતિશયોક્તિ વાળો માનવીય સ્વભાવ છે, ખાસ કરીને જ્યારે તે પીડા, અગવડતા વગેરેના પાસા પર આવે છે.

આ સિવાય નીચે આપેલા કોઈપણ કારણોસર સમસ્યાઓ ઉભી થઈ શકે છે- યોગ્ય જાતીય માહિતીનો અભાવ, પુરુષોમાં એનઝાઇટી, જાતીય શોષણનો ઇતિહાસ, અવાસ્તવિક હોઈ તેવા ભય, કેટલાક કડક નિયમો અને કેટલાક પરિવારો જાતિય સંબંધિત કડક નિયમો.

આ દરેક કારણો આખરે સ્ત્રી તેમજ પુરુષોમાં પણ સાયકોજેનિક ડર તરફ દોરી જાય છે. ઉપરોક્ત તમામ કારણો વિચાર પ્રક્રિયા અને આંતરિક સંવાદને અસંતોષ તરફ દોરી જવાના સંકેત છે.

અનિવાર્યપણે વિચારશીલ મગજ અને ભાવનાત્મક મગજ વચ્ચે સંઘર્ષ થશે. જેને દૂર કરવા માટે નીચેના કેટલાક ઉપાય મદદરૂપ થઈ શકે છે.

ધારણાઓ બાંધવી: જીવનસાથીના વિચારો એ વાતની ખાતરી આપે છે કે તેઓ પોતાના જીવનસાથીના વિચારોને જાણે છે. આવું ત્યારે થાય છે જ્યારે જીવનસાથીને લાગે કે તેઓ જીવનસાથીને અંદરથી જાણે છે. આ પ્રકારનો વલણ લગ્નજીવનમાં તેમની પોતાની લાગણીઓને દબાવી શકે છે.

આપત્તિજનક ભવિષ્યવાણી: નકારાત્મક વિચાર અને પોતાની અક્ષમતા વિષે વિચારવું તે આડકતરી રીતે ખરાબ પ્રદર્શન તરફ ધકેલે છે.

લેબલિંગ: લેબલિંગ કાં તો પોતાના માટે કાંતો પોતાના સાથી માટે હોય શકે છે, જો તે પાતાના માટે હોય તો તે નિરાશા તરફ દોરી જાય છે, જો તે પાર્ટનર માટે હોય તો જીનસાથી સજાગ થઇ જાય છે, જે નબળા પ્રદર્શન તફ દોરી જાય છે.

નિરાશાવાદ : નિરાશાવાદી વલણથી વ્યક્તિ દરેક વસ્તુ પ્રત્યે અવરોધો અનુભવે છે. વિચારો, માન્યતા અને અવિશ્વાસને જન્મ આપે છે. આંતરિક નકારાત્મકતાના કારણે તે નિષ્ફળતા તરફ દોરી જાય છે.

ભાવનાત્મક તર્ક : લાગણીઓ ખૂબ સરળતાથી બદલાઈ જાય છે. તેથી ડર, ચિંતા અથવા એક ભાગીદારની અસ્વસ્થતા સરળતાથી નકારાત્મક પરિણામો તરફ દોરી જાય છે.

સુખી અને સફળ લગ્ન માટેના મુખ્ય પરિબળોમાંનો એક સ્વસ્થ જાતીય સંબંધ છે. બંને પાત્રો આ મેળવવા સમાન જવાબદાર અને ફાળો આપનારા છે. માનસિક અવરોધોને દૂર કરવા, વાતચીત કરવામાં અને વાતચીતમાં નિખાલસતા, સકારાત્મકતા વિકસિત કરવી અને સફળતા તરફ લક્ષ્ય રાખવું એ નિશ્ચિત સફળતાના મંત્રો છે.

ABOUT THE AUTHOR

...view details