જોકે ત્યારબાદ તે વૃદ્ધનું મોત નિપજ્યું હતું. પોલીસ પાસેથી મળેલી માહિતી પ્રમાણે, કાશીરામની સારવાર બીનાના હોસ્પિટલમાં ચાલી રહી હતી. ગુરૂવારની રાત્રે 9 કલાકે હોસ્પિટલના તબીબે કાશીરામને મૃત જાહેર કરતા એક કર્મચારી સાથે પોલીસને મેમો મોકલ્યો હતો. જેમાં વૃદ્ધ કાશીરામ સોનીની સારવાર દરમિયાન મોત થવાની વાત લખી હતી.
MP: તબીબોની બેદરકારી, જીવંત વૃદ્ધને કરાયા મૃત જાહેર - died
સાગર: મધ્યપ્રદેશમાં આવેલા સાગર જિલ્લામાં તબીબોની બેદરકારીની મોટી ઘટના સામે આવી છે. જેમાં એક વૃદ્ધને મૃત જાહેર કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો હતો. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, તે વૃદ્ધ જીવંત અવસ્થામાં હતા. આ રહસ્ય શુક્રવારની સવારે સામે આવ્યું હતું.
બીના સ્ટેશન ઇન્ચાર્જ અનિલ મૌર્ય મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવા માટે પહોંચ્યા. તેમજ કર્મચારીઓએ વૃદ્ધના મૃતદેહને ઉઠાવવાના પ્રયત્ન કર્યા, તે સમયે તેમનો શ્વાસ ચાલી રહ્યો હતો. વૃદ્ધ સાથે જ્યારે વાત કરવામાં આવી તો તેઓ ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગ્યા હતા. તેને તરત જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમની ફરીથી સારવાર શરૂ કરી દેવામાં આવી. તેમની સારવાર દરમિયાન શુક્રવારે સવારે 10:20 કલાકે તેમનું મોત નિપજ્યું હતું.
જિલ્લા મુખ્ય તબીબ અધિકારી ડૉ.એસ.આર.રોશને સ્વીકાર્યું છે કે, આ મામલામાં ડૉક્ટર અવિનાશ સક્સેનાની બેદરકારી સામે આવી છે. આ ઘટનાની યોગ્ય તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.