ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોરોના વાઇરસ શ્વાસ દ્વારા પણ પ્રસરી શકે છે તેમ એનએએસનો અહેવાલ કહે છે - કોરોના વાઇરસ

નિષ્ણાતોએ કહ્યું હતું કે વાઇરસ ઉધરસ કે છીંકના મોટાં ટીપાં દ્વારા જ ફેલાય છે પરંતુ નેશનલ એકેડેમી ઑફ સાયન્સના નવા અહેવાલમાં જણાયું છે કે નવો કોરોનાવાઇરસ હવા દ્વારા પણ ફેલાઈ શકે છે.

NAS Report
કોરોના વાઇરસ

By

Published : Apr 6, 2020, 5:21 PM IST

હૈદરાબાદ: કોરોના વાઇરસ જે કૉવિડ-19 સર્જે છે તે માત્ર ઉધરસ કે છીંકમાં જે મોટાં ટીપાં દ્વારા જ નથી ફેલાતો. નાના કણો દ્વારા હવામાં પણ ફેલાઈ શકે છે જે લોકો ઉચ્છવાસ રૂપ છોડે છે.

વર્તમાન અભ્યાસો નિર્ણાયક નથી , નેશનલ એકેડેમી ઑપ સાયન્સ (એનએએસ)એ તેને નકાર્યું પણ નથી.

અત્યાર સુધી, નિષ્ણાતોએ કહ્યું છે કે વાઇરસ જેને સાર્સ-સીઓવી-૨ કહે છે તે હવા દ્વારા તે રીતે ફેલાતો નથી, પરંતુ જ્યારે લોકો ઉધરસ ખાય છે કે છીંકે છે ત્યારે પ્રમાણમાં મોટાં ટીપાંઓ દ્વારા ફેલાય છે. આ ટીપાં સપાટી કે ચીજોને દૂષિત કરે છે અને આ સપાટીને જે લોકો સ્પર્શે છે અને પછી પોતાના ચહેરાને સ્પર્શે છે તેને ચેપ લગાડે છે.

સર્જિકલ માસ્ક પહેરવાથી ચેપી લોકો જે વાઇરસ ફેલાવે છે તેની માત્રા પર કાપ મૂકી શકાય છે, તેમ એનએસએ પેનલ યુનિવર્સિટી ઑફ હૉંગ કૉંગના અપ્રકાશિત અભ્યાસને ટાંકીને કહે છે.

તેમણે વાઇરસથી થતી શ્વાસની બીમારીવાળા દર્દીઓનાં શ્વાસોચ્છવાસનાં ટીપાંઓ અને ગંધને એકઠા કર્યા; કેટલાક દર્દીઓએ સર્જિકલ ફેસમાસ્ક પહેર્યા.

માસ્કથી ઉચ્છવાસમાં છોડાતા ટીપાં અને ગંધ બંનેમાં રહેલા કોરોના વાઇરસ આરએનએસને પકડવાનું પ્રમાણ ઘટાડ્યું, પરંતુ માત્ર ઇન્ફ્લ્યુએન્ઝાથી પીડાતા લોકો વચ્ચે જ ઉચ્છવાસનાં ટીપાંમાં જ.

"અમારા પરિણામોએ એક પુરાવો પૂરો પાડ્યો કે જો લક્ષણોવાળી વ્યક્તિઓ દ્વારા સર્જિકલ ફેસમાસ્ક પહેરવામાં આવે તો તેનાથી માનવમાં કોરોના વાઇરસનું પ્રસરણ અને ઇન્ફ્લુએન્ઝા વાઇરસ ચેપને અટકાવી શકાય છે," તેમ સંશોધકોએ તારણ કાઢ્યું હતું.

અહેવાલ એમ પણ કહે છે કે દર્દીઓની હૉસ્પિટલની પથારીથી બે મીટર (છ ફૂટ) કરતાં વધુ અંતરેથી વાઇરસનું જિનેટિક મટિરિયલ પકડાયું હતું. આ તથ્ય સૂચવી શકે છે કે ઓછામાં ઓછું બે મીટરનું શારીરકિ અંતર રાખવું વાઇરસના ફેલાવાને મર્યાદિત રાખવા માટે પૂરતું નથી. જોકે ચેપી વાઇરસ તેટલે દૂર લઈ જઈ શકાય છે કે પછી જિનેટિક મટિરિયલ મૃત વાઇરસમાંથી હતું કે કેમ તે હજુ જાણી શકાયું નથી.

એ નોંધવું રહ્યું કે બે એપ્રિલની સ્થિતિએ વિશ્વભરમાં ૧૦ લાખ કરતાં વધુ લોકોમાં કૉવિડ-૧૯ની પુષ્ટિ કરાઈ છે, આ કેસોમાંના લગભગ એક ચતુર્થાંશ કેસો અમેરિકાના છે અને ૫૦,૦૦૦ કરતાં વધુ લોકો વિશ્વભરમાં મૃત્યુ પામ્યા છે.

ABOUT THE AUTHOR

...view details