આક્ષેપ છે કે બિહારના ઘણા જિલ્લાઓમાં આંગણવાડી કેન્દ્રો મહિનામાં 10 દિવસ કામ કરતા નથી.
બિહારમાં બાળકોના મૃત્યુ પછી જાગી સરકાર, કુપોષણ સામે ચલાવશે અભિયાન
પટના: બિહારના મુઝફ્ફપુર અને અન્ય 20 જિલ્લામાં એક્યુટ ઇન્સેલાઇટિસ સિન્ડ્રોમ અથવા ચમકી તાવથી થયેલા 150થી પણ વધુ બાળકોના મૃત્યુંનું કારણ ગરીબી અને કુપોષણ માનવામાં આવી રહ્યું છે. આ બાળકોના મૃત્યુ બાદ, સરકાર હવે બાળકોને કુપોષણથી રાહત આપવા માટે એક અભિયાન શરૂ કરવા જઈ રહ્યું છે. સમાજ કલ્યાણ વિભાગ હેઠળ કાર્યરત બાળ કલ્યાણ વિકાસને મજબુત કરીને બધા 38 જિલ્લાઓમાં જરૂરિયાતમંદ સુધી પહોંચાડવાનો નિર્ણય લીધો છે.
નિદેશાલયના એક અધિકારીએ મંગળવારે જણાવ્યું હતું કે બિહારમાં પોષણ અભિયાન વધારવા માટે બ્લોક કોઓર્ડિનેટર તૈનાત કરાશે. આ સાથે, બ્લોક પ્રોજેક્ટ સહાયક પણ નિમણૂંક કરવામાં આવશે.
અધિકારીએ જણાૈવ્યું હતું કે દરેક કેન્દ્રમાં એક સેલ ફોન આપવામાં આવશે અને આંગણવાડી કાર્યકરોને તેમની દૈનિક પ્રવૃત્તિઓની નોંધણી કરવાને બદલે એપ્લિકેશનમાં અપલોડ કરવાનું રહેશે. સેલફોન જીઓ ટૈગ હશે, તેની નવી સિસ્ટમ દ્વારા આંગણવાડી કેન્દ્રોને ખુલ્લી અથવા બંધ છે તે જાણી શકાશે..
ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ડિરેક્ટરેટના ડિરેક્ટર, અલોક કુમારે જણાવ્યું હતું છે કે એપ્લિકેશન દ્વારા કેન્દ્રોની દેખરેખની સાથે બાળકના વિકાસની પણ તપાસ થઈ શકશે.
તેમણે જણાવ્યું હતું કે નિયામકશ્રીની યોજના કુપોષણ સામે જાહેર જાગ્રૃતતા ફેલાવવા અને 6 વર્ષ સુધી બાળકોમાં કુપોષણના દરને વર્તમાનના 38.4% થી 2022 સુધીમાં 25% સુધી લાવવાની છે.