નવી દિલ્હી: ચૂંટણીના રણનીતિકાર કહેવાતા પ્રશાંત કિશોરે દિલ્હી વિધાનસભા ચૂંટણી પરિણામમાં આમ આદમી પક્ષને મળી રહેલી બઢત બાદ ટ્વીટ કરી જનતાનો આભાર માન્યો હતો. પ્રશાંત કિશોરની કંપની I-PACએ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પક્ષ માટે પ્રચાર અને પ્રસારનું સંચાલન કર્યુ હતું. પ્રશાંત કિશોરે ટ્વીટ કરી લખ્યુ છે કે, "ભારતના આત્માની રક્ષા માટે ઉભા રહેવા માટે દિલ્હીનો આભાર"
ભારત આત્માની રક્ષા કરવા બદલ દિલ્હીનો આભાર: પ્રશાંત કિશોર
ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે વિધાનસભા ચૂંટણીનું ચિત્ર ધીરે ધીરે સ્પષ્ટ દેખાતા ટ્વીટ કરી અને દિલ્હીની જનતાનો આભાર માન્યો હતો.
ભારતની આત્માની રક્ષા માટે દિલ્હીનો આભાર : પ્રશાંત કિશોર
ઉલ્લેખનીય છે કે બિહારના મુખ્યપ્રધાન નીતીશ કુમાર સાથે ચાલી રહેલા વિવાદો વચ્ચે પ્રશાંત કુમારને જનતા દળ યૂનાઇટેડ (JDU) પક્ષમાંથી બાકાત કરી દેવાયા હતા. CAA સહિત કેટલાક મુદ્દાઓ પર પ્રશાંત કિશોર નીતીશ કુમારને વખોડતા હતા, ત્યારબાદ તેને પક્ષમાંથી દૂર કરાયા હતા.
જણાવી દઇએ કે પ્રશાંત કિશોર ચૂંટણી પ્રચાર માટે 'લગે રહો કેજરીવાલ' થી શરૂઆત કરી હતી. આ પહેલા પ્રશાંત કિશોરે ભાજપ, કોંગ્રેસ, બિહારમાં મહાગઠબંઘન માટે પણ ચૂંટણી પ્રચાર માટે કામ કરી ચૂક્યા છે.