PoKમાં કંટ્રોલ લાઈન પાસે ઘણાં ટ્રેનિંગ સેન્ટરોમાં 500થી વધારે આતંકવાદીઓ જમ્મુ કાશ્મીરમાં ઘુસવાની ફિરાકમાં છે. તેમણે કહ્યું કે, 200થી300 વધુ આતંકવાદી પાકિસ્તાનની મદદથી આ વિસ્તારમાં અશાંતિ ફેલાવવા માટે જમ્મુ કાશ્મીરમાં સક્રિય છે. સેનાની ઉત્તર કમાનના પ્રમુખ લેફ્ટિનેંટ જનરલ રણબીર સિંહે જમ્મુના ભદરવાહમાં કહ્યું કે, જ્યાં સુધી જમ્મુ કાશ્મીરમાં સક્રિય આતંકવાદીઓની વાત છે તો બહારથી આવેલા 200-300 આતંકવાદી પોતાના કામમાં લાગ્યા છે.
LOC પર 500થી વધુ આતંકી ઘુસણખોરીના પ્રયાસમાં : લેફ્ટિનેંટ જનરલ રણવીર સિંહ
શ્રીનગર: સેનાના એક શીર્ષ અધિકારીએ કહ્યું કે,પાક અધિકૃત કશ્મીરમાં નિયંત્રણ રેખાની પાસે વિભિન્ન પ્રશિક્ષણ શિબિરોમાં લગભગ 500થી વઘુ આંતકીઓ ઘુસણખોરીના પ્રયાસમાં છે.
file photo
તેમણે કહ્યું કે, આ પ્રકારે લગભગ 500 જેટલા આતંકી PoKમાં આતંકવાદી શિબિરમાં છે અને જમ્મુ કાશ્મીરમાં ઘુસવાની ફિરાકમાં છે. આતંકવાદીઓના ટ્રેનિંગ સેન્ટર્સના હિસાબે આ સંખ્યા વધતી-ઘટતી રહી છે. તેમણે કહ્યું, તેમની સંખ્યા જે પણ હોય, અમે તેને રોકવા અને સફાયો કરવા સક્ષમ છીએ જેથી આ વિસ્તારમાં શાંતિ અને સામાન્ય સ્થિતી જળવાય રહે.