શ્રીનગર: ભારતીય સેનાના અધિકારી બ્રિગેડિયર વી.એસ. ઠાકુરે કહ્યું કે, સેનાને માહિતી મળી છે કે, આતંકીઓ રાષ્ટ્રીય ધોરીમાર્ગ 44 પર અમરનાથ યાત્રાના ભક્તોને નિશાન બનાવવાની શકે છે. તેમણે કહ્યું કે, માહિતી મળી છે કે આતંકવાદીઓ અમરનાથ યાત્રાને નિશાન બનાવવાનું કાવતરું કરી રહ્યા છે, પરંતુ સેના સુનિશ્ચિત કરશે કે વાર્ષિક યાત્રા શાંતિપૂર્ણ રીતે કરવામાં આવે.
અમરનાથ યાત્રા પર આતંકી હુમલાનો ખતરો, સુરક્ષાકર્મીઓને કરાયા એલર્ટ - અમરનાથ યાત્રા દરમિયાન આંતકી હુમલો
મળતી માહિતી મુજબ અમરનાથ યાત્રા દરમિયાન આતંકવાદી હુમલો થવાની સંભાવના છે. સેનાએ કહ્યું છે કે, આતંકીઓ જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ યાત્રાળુઓને નિશાન બનાવી શકે છે.
અમરનાથ યાત્રા
બ્રિગેડિયર વી.એસ. ઠાકુર નવ રાષ્ટ્રીય રાઇફલ્સમાં સેક્ટર કમાન્ડર છે. તેમણે કહ્યું, "અમને માહિતી મળી છે કે, આતંકવાદીઓ યાત્રાને નિશાન બનાવવા માટે તમામ પ્રયાસ કરશે, પરંતુ અમે પણ તૈયાર છીએ ... અને સેનાનો પ્રયાસ હશે કે આ વખત યાત્રા કોઈ પણ અડચણ વિના શાંતિપૂર્ણ રીતે ચાલે."
તેમણે એમ પણ કહ્યું કે, શુક્રવારે દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં થયેલા એન્કાઉન્ટરમાં વલીદ નામના પાકિસ્તાની સહિત ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ સુરક્ષા દળો માટે મોટી સફળતા છે.