બાલાકોટમાં કરેલી આ કાર્યવાહી પર હાલ ઈટલીના પત્રકાર ફ્રેસેસા મૈરિનોઓ એક વેબસાઈટ પર લખ્યું છે કે, આર્મી કેમ્પમાં હજૂ પણ લગભગ 45 લોકો સારવાર લઈ રહ્યા છે. અહીં સારવાર દરમિયાન 20 લોકોના મોત થઈ ચૂક્યા છે.
ઈટલીના પત્રકારનો મોટો ખુલાસો મૈરિનોએ લખ્યું હતું કે, સારવાર દરમિયાન જે લોકો સ્વસ્થ થઈ ગયા છે તેઓ પાકિસ્તાન આર્મીએ પોતાની કસ્ટડીમાં રાખ્યા છે અને તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ નથી કર્યા.
બકૌલ મૈરિનોને અનેક અઠવાડિયા સુધી શોધખોળ કરી પોતાના સૂત્રો દ્વારા આ જાણકારી એકઠી કરી છે.
મૈરિનોએ લખ્યું છે એ પ્રમાણે જોઈએ તો આ હુમલામાં મરેલા આતંકીઓની સંખ્યા 130-170 હોવાનું અનુમાન લગાવી શકાય છે. જેમાં હજૂ પણ અમુક લોકો સારવાર લઈ રહ્યા છે.
ઈટલીના પત્રકારનો મોટો ખુલાસો ગત 26 ફેબ્રુઆરીએ ભારતીય વાયુસેનાએ બાલાકોટમાં હવાઈ હુમલો કર્યો હતો જેમાં એક એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે, અહીં લગભગ 300 મોબાઈલ નેટવર્ક સક્રિય હતાં.
હાલમાં જ જોઈએ તો સંયુક્ત રાષ્ટ્ર સમિતિએ મસૂદ અઝહરને ગ્લોબલ આતંકી જાહેર કરી દીધો છે.
નોંધ: પત્રકાર ફ્રેંસેસા મૈરિનોએ આ રિપોર્ટ http://www.stringerasia.it વેબસાઈટ પર આપ્યો છે.