14 ફેબ્રુઆરીના દિવસે પુલવામામાં CRPFના કાફલા પર આત્મઘાતી હુમલો થયો હતો. જેમાં 40 જવાનો શહિદ થયા હતાં. આ હુમલા પાછળ આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો હાથ હતો. આ સંગઠનના આતંકવાદી સજાદ અહમ ભટની કારનો ઉપયોગ કરાયો હતો.
ફેબ્રુઆરીમાં પુલવામા હુમલા માટે કાર આપનાર આતંકવાદીને ઠાર મરાયો - terrorist
ન્યૂઝ ડેસ્કઃ 14 ફેબ્રુઆરીએ પુલવામામાં કારમાં RDX ભરી સેનાના કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં જે કારનો ઉપયોગ કરાયો હતો તે સજાદ અહમ ભટની હોવાનું તપાસમાં બહાર આવ્યુ હતું. આ આતંકવાદીનો મંગળવારે થયેલી અથડામણમાં ખાત્મો કરી દેવાયો છે.
પુલવામા હુમલા માટે કાર આપનાર આતંકવાદીને ઠાર મરાયો
મંગળવાર સવારે અનંતનાગમાં આતંકવાાદીઓ અને સેનાનાં જવાનો વચ્ચે થયેલી અથડામણમાં ભટ ઉર્ફે અફઝલ ગુરુને ઠાર કરાયો છે. આ મુઠભેડમાં એક જવાન પણ શહિદ થયો હતો. સજાદ ભટ પુલવામા હુમલાના થોડા દિવસ પહેલા જ આતંકવાદી સંગઠન સાથે જોડાયો હતો. તે અનંતનાગ જિલ્લાના મારહામા ગામનો રહેવાસી છે.