ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ટેરર ફંડિગ કેસઃ ગુજરાતના વેપારી નવીન પટેલને NIA કર્યો જેલના હવાલે, ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર

રાંચીઃ નક્સલી સંગઠને ફંડિગ બાબતે વેપારી ગુજરાતના વેપારી નવીન પટેલને જેલના હવાલે કર્યો છે. NIA દ્વારા નવીન પટેલના રિમાન્ડ લેવા માટે કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેનો સ્વીકાર થતાં રિમાન્ડની પણ મંજૂરી મળી ગઈ છે.-

ટેરર ફંડિગ કેસઃ ગુજરાતના વેપારી નવીન પટેલને NIA કર્યો જેલહવાલે, ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર

By

Published : Aug 2, 2019, 11:27 AM IST

PLFIVE ટેરર ફંડિગ બાબતે રાષ્ટ્રીય તપાસ સમિતિ(NIA)એ ગુજરાતના વેપારી નવીન જયંતિભાઈ પટેલને ગુરૂવારે જેલમાં મોકલી રિમાન્ડ લેવાની તજવીજ હાથ ધરી હતી. કોર્ટે NIAની અરજી પર સુનવણી કરતાં રિમાન્ડ મંજૂર કર્યા છે.

NIA કાર્યાલયમાં કરાઈ પૂછપરછ

ગુરૂવારે નવીન પટેલને NIA કેમ્પ કાર્યાલય સેક્ટરના બીજા સેક્ટરમાં પૂછપરછ કરાઈ. સાંજે ચાર વાગ્યે NIAના અધિકરીઓએ નવીન પટેલને લઈ NIA કોર્ટ પહોંચ્યા હતા. ઉપરાંત જેલમાં બંધ સુમંગ ગોપની પાસે લઈ જઈ બંનેને સામે બેસાડી પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ બાદ 29 તારીખની સાંજે નવીન પટેલ રહસ્યમય રીતે ગુમ થઈ ગયા હતા. જેથી તેમનો પરિવાર ગુજરાતથી રાંચી પહોંચ્યો છે.

ઉલ્લેખનીય છે કે, નોટબંધી દરમિયાન PLFIના 25 લાખ રૂપિયા હાથે લાગ્યા હતા. તેના વડા દિનેશ ગોપે 10 નવેમ્બર 2016ના રોજ આ પૈસા એક પેટ્રોલ પંપ સંચાલકને મોકલ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details