ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દેશના અનેક રાજ્યોમાં ગરમીનો ભીષણ પ્રકોપ, 28 મે પછી રાહત મળે તેવી શક્યતા

હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ સોમવાર દેશનો સૌથી ગરમ દિવસ રહ્યો હતો. ભારતના ઘણા રાજ્યોમાં ગરમ ​​પવન ચાલુ રહ્યો. ચુરુમાં મહત્તમ તાપમાન 47.5 ડિગ્રી અને પ્રયાગરાજ 47.1 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ તાપમાન 27 મે સુધી રહેવાની સંભાવના છે અને 28 મેથી રાહત મળશે.

ભારતના રાજ્યોમાં 28 મેથી ગરમીથી રાહત મળે તેવી સંભાવના છેઃ IMD
ભારતના રાજ્યોમાં 28 મેથી ગરમીથી રાહત મળે તેવી સંભાવના છેઃ IMD

By

Published : May 26, 2020, 2:10 PM IST

નવી દિલ્હીઃ ભારતના હવામાન વિભાગે સોમવારે ટ્વિટર પર રેકોર્ડ કરેલા દિવસનું સૌથી વધુ તાપમાન શેર કર્યુ હતુ. ગરમ પવનની અસર ભારતભરના ઘણા રાજ્યોમાં જોવા મળી હતી.

આઇ.એમ.ડીના મુખ્ય મથકોએ મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ પર રહ્યુ હતું. 25 મેના રોજ સૌથી વધુ તાપમાન આ શહેરોમાં, ચુરુમાં 47.5, પ્રયાગરાજમાં 47.1 અને નાગપુરમાં 47.0 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

રાષ્ટ્રીય રાજધાની અને કેટલાક અન્ય વિસ્તારોમાં હીટવેવ ચરમસીમાએ છે. અને આ અઠવાડિયાના અંતેમાં રાહત મળે તેવી અપેક્ષા છે. આઈએમડીના એક અધિકારીએ સોમવારે જણાવ્યું હતું કે, ચોમાસું જૂનના પહેલા અઠવાડિયામાં કેરળથી શરૂ થશે.

આઇએમડીના પ્રાદેશિક વિશેષ હવામાન કેન્દ્રના વડા રાજેન્દ્રકુમાર જેનામનીએ જણાવ્યું હતું કે, આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેશે.

તેમણે કહ્યું હતું કે, 28 મેથી દિલ્હીમાં દિવસનું તાપમાન ઘટવાની સંભાવના છે.

જેનામનીએ એક સમાચાર એજન્સીને જણાવ્યું હતું કે, ઉત્તર ભારતમાં 29 મી મેના રોજ ગરમીથી રાહત મળે તેવી સંભાવના છે. પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને દિલ્હી જેવા ઘણા સ્થળોએ વરસાદ અને ગરમ પવનથી રાહત થવાની સંભાવના છે.

ABOUT THE AUTHOR

...view details