ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સાત એપ્રિલ બાદ તેલંગણામાં કોરોનાનો કોઈ દર્દી નહીં હોયઃ મુખ્ય પ્રધાન KCR

તેલંગણા રાજ્યના મુખ્ય પ્રધાને કહ્યું કે, સાત એપ્રિલ બાદ રાજ્યમાં કોઈ પણ કોરોના દર્દી નહીં હોય. આ સાથે જ મુખ્ય પ્રધાને લોકડાઉન દરમિયાન આત્મનિયંત્રણ રાખવું જરુરી છે, તેમ પણ કહ્યુ હતું.

સાત એપ્રિલ બાદ તેલંગણામાં કોઈ કોરોનાના દર્દી નહીં હોયઃ મુખ્ય પ્રધાન
સાત એપ્રિલ બાદ તેલંગણામાં કોઈ કોરોનાના દર્દી નહીં હોયઃ મુખ્ય પ્રધાન

By

Published : Mar 30, 2020, 8:47 PM IST

હૈદરાબાદઃ તેલંગણામાં વધતા કોરોના વાઈરસના કેસ સામે રાહતની ખબર આવી છે. તેલાંગનના મુખ્ય પ્રધાન કે.ચંદ્રશેખર રાવે કહ્યું હતું કે, સાત એપ્રિલ બાદ રાજ્યમાં કોઈ કોરોનાનો દર્દી નહીં હોય. આગળ જણાવતા મુખ્ય પ્રધાને કહ્યું કે, લોકડાઉન દરમિયાન આત્મનિયંત્રણ રાખવું જરુરી છે.

ચંદ્રશેખર રાવે વધુમાં કહ્યું હતું કે, રાજ્યમાં કોરોના વાઈરસના 70 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 18 સ્વસ્થ થઈ ચૂક્યા છે. જેમને સોમવારે રજા આપી દેવાઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ મંત્રાલયના જાણાવ્યા અનુસાર ભારતમાં કોરોના વાઈરસ સંક્રમિતોની સંખ્યા 1024 પહોંચી ગઈ છે. જ્યારે મૃતકોની સંખ્યા 27 નોંધાઈ છે.

ABOUT THE AUTHOR

...view details