રાજ્ય સરકાર દ્વારા એસસીસીએલના કાર્યકરો અને કર્મચારીઓને દશેરા ઉત્સવની ભેટ તરીકે બોનસ આપવામાં આવશે, બોનસની જાહેરાત કરતાં મુખ્યપ્રધાન કે.ચંદ્રશેખર રાવે જણાવ્યુ હતું કે, " હું બોનસ જાહેર કરીને ખુશ છું. કારણ કે નફાના શેરની ટકાવારી 1 ટકાથી વધીને 28 ટકા થઈ છે. કંપનીની પ્રગતિમાં દરેક કર્મચારીઓનું યોગદાન છે. જેથી દરેક કર્મચારીને 1,00,899 રુપિયા બોનસ આ દશેરાનાં તહેવારમાં આપીશું. જે ગયા વર્ષના બોનસ કરતાં રુપિયા 40,530 રુપિયા વધારે છે."
તેલંગાણા સરકાર SCCL કંપનીના કર્મચારીઓને દશેરામાં આપશે 1 લાખ રુપિયા બોનસ
તેલંગાણાઃ રાજ્ય સરકારે ગુરુવારે સિંગરેની કોલિયરીઝ કંપની લિમિટેડ (એસસીસીએલ)ના કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરી હતી. સરકાર આ કર્મચારીઓને 2018-19 માટે એક લાખ રુપિયાનું બોનસ આપશે. મુખ્યપ્રધાન કે.ચંદ્રશેખર રાવની આ જાહેરાત પછી કંપનીના કર્મચારીઓમાં ખુશીઓનો પાર નથી રહ્યો.
તેલંગાણા સરકાર SCCL કંપનીના કર્મચારીઓને દશેરામાં આપશે 1 લાખ રુપિયા બોનસ
SCCLના કર્મચારીઓ માટે આ સૌથી મોટી વાત છે. મુખ્યપ્રધાન દ્વારા વિધાનસભા ભવનમાં બોનસની જાહેરાત સાથે જ ખુશીની લહેર ફરી વળી હતી.