ગુજરાત

gujarat

ETV Bharat / bharat

તેલંગણાના મુખ્ય પ્રધાને લોકડાઉન વધારવા વડાપ્રધાનને કરી અપીલ - નરેન્દ્ર મોદી

તેલંગણાના મુખ્ય પ્રધાન કે ચંદ્ર શેખર રાવે વડાપ્રધાનને અપીલ કરી છે કે લોકડાઉનનો સમયગાળો વધારવામાં આવે.

તેલંગણાના મુખ્ય પ્રધાને લોકડાઉન વધારવા વડાપ્રધાનને કરી અપીલ
તેલંગણાના મુખ્ય પ્રધાને લોકડાઉન વધારવા વડાપ્રધાનને કરી અપીલ

By

Published : Apr 7, 2020, 10:45 AM IST

હૈદરાબાદ : તેલંગણાના મુખ્ય પ્રધાન કે ચંદ્ર શેખર રાવે વડાપ્રધાન મોદીને લોકડાઉનનો સમયગાળામાં વધારો કરવાની અપીલ કરી છે. મુખ્ય પ્રધાને વડાપ્રધાનને અપીલ કરી છે કે દેશમાં લોકડાઉનના સમયગાળાને વધારવામાં આવે.

મુખ્ય પ્રધાન કાર્યાલયથી કહેવામાં આવ્યુ છે કેસીઆરે 14 એપ્રિલ બાદ બે અઠવાડીયા સુધીનું લોકડાઉન વધારવાની સલાહ આપી છે, પરંતુ તેના પર કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. તેઓએ રીપોર્ટમાં કહ્યું કે સલાહ આપવામાં આવી છે કે ભારતમાં ત્રણ જુન સુધી લોકડાઉન વધારવામાં આવે.

ઉલ્લેખનિય છે કે કોરોના સંક્રમણને ફેલાતો રોકવા દેશમાં 21 દિવસનું લોકડાઉન છે. જેનો સમયગાળો 14 એપ્રિલના રોજ પુર્ણ થઇ રહ્યો છે.

મહત્વનું છે કે તેલંગણામાં કોરોનાથી 321 લોકો સંક્રમિત થયા છે. જ્યારે રાજ્યમાં આ મહામારીથી 7 લોકોના મોત પણ નિપજ્યા છે. જ્યારે કોરોનાથી દેશમાં 4000થી વધુ લોકો સંક્રમિત થયા છે અને 100થી વધારેના મોત નિપજ્યા છે.

ABOUT THE AUTHOR

...view details