ભૂતકાળમાં તેલંગાણાએ TSi-PASS ખરડો દાખલ કર્યો હતો જેમાં રાજ્યમાં વેપાર-ધંધા કરવાની સેવા અને ઉદ્યોગો માટેની સેવા એક જ જગ્યાએથી ઉપલબ્ધ કરાવવાની જોગવાઇ હતી. જો કે TSB-PASS માં કરવામાં આવેલી જોગવાઇ અનુસાર હવેથી 75 ચોરસ વારના પ્લોટ અને 7 મીટરની ઉંચાઇ ધરાવતી ઇમારત બાંધવા માટે કોઇ મંજૂરી લેવાની રહેશે નહીં. હવેથી રાજ્યના નાગરિકો સ્વયં પોતાની જાતે પ્રમાણપત્ર આપીને 75 થી 600 ચોરસવાર સુધીના પ્લોટમાં બાંધકામ કરવાની મંજૂરી મેળવી શકશે. જે પ્લોટ 600 ચોરસવાર કરતાં વધુ મોટા હશે અને જે ઇમારતોની ઉંચાઇ 10 મિટર કરતાં વધુ હશે તેના તમામ પ્રકારના લે-આઉટ માટે એક જ બારીએથી મંજૂરી આપી દેવામાં આવશે. મ્યુનિસિપલ સત્તાવાળાઓ તમામ દસ્તાવેજોની ચકાસણી કરશે અને અરજી કર્યાના 21 દિવસમાં મંજૂરી આપી દેશે. TSi-PASSની જેમ જ હવેથી નાગરિકોને મંજૂરી અને એનઓસી માટે અગાઉ જોવી પડતી મહિનાઓ સુધીની રાહમાંથી અને સરકારી અધિકારીઓની કનડગતમાંથી છુટકારો મળશે. આ ખરડામાં એવી જોગવાઇ કરવામાં આવી છે કે નાગરિકની અરજી આપોઆપ મહેસૂલ, સિંચાઇ અને ફાયર જેવા સંબંધિત વિભાગોમાં પહોંચી જશે, અને જે તે વિભાગે તેના ઉપર શેરો મારીને અથવા તો ના વાંધાની નોંધ સાથે 7 થી 15 દિવસમાં મોકલી આપવાની રહેશે. ત્યારબાદ અરજદારને 22 મા દિવસે સંબંધિત અધિકારીની સહી સાથેનું એક ઓટોમેટિક નીકળેલું પ્રમાણપત્ર આપી દેવામાં આવશે. રાજ્યસ્તરે TSB-PASS સેલ ઉભો કરવાની સરકારની આ સૂચિત પહેલ પાછળ એ સુનિશ્ચિત કરવાનો આશય છુપાયેલો છે કે તમામ દરખાસ્તો એક જ બારીએથી પસાર થાય
TSB-PASS ખરડાના નિમ્નદર્શિત કેટલાંક પાસાં અસાધારણ છે
શહેરી વિસ્તારોમાં બિલ્ડિંગની મંજૂરી માટે સિંગલ વિન્ડોમાંથી જ મંજૂરી
નાગરિકો હવેથી મંજૂરી માટે મોબાઇલ એપ, TSB-PASS ની વેબસાઇટ, મી સેવા કિઓસ્ક, શહેરમાં આવેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને કલેક્ટરની કચેરીની મદદથી અરજી કરી શકશે.