રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન રાબડી દેવીએ એક વીડિયો શેર કરતા કેન્દ્રની સરકાર તથા રાજ્ય સરકાર પર પ્રહારો કર્યા હતા. આજે પોતાની માતાની વાતની સાક્ષી પુરાવતા લાલુના નાના પુત્ર તેજસ્વી યાદવે જણાવ્યું હતું કે, આ ષડયંત્ર નથી તો શું છે? પોતાની પિતાની ખરાબ તબિયતને લઇને તેજસ્વી યાદવે જણાવ્યું હતું કે, ડૉક્ટર કહી રહ્યાં છે કે, તેને સારી સારવાર માટે એક રૂમમાંથી બીજા રૂમમાં પણ શિફ્ટ કરવામાં આવી નથી રહ્યાં. જેના પાછળ પોતાના પિતાને ફસાવવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ PM મોદી, CM નીતીશ કુમાર અને નાયબ મુખ્યપ્રધાન સુશીલ મોદીને આરોપી ગણાવી રહ્યાં છે.
તો આ મામલે તેજસ્વી યાદવે જણાવ્યું હતું કે, લાલુ યાદવની હત્યા કરવા માટેનું ષડયંત્ર ઘડવામાં આવી રહ્યું છે. તો તેમની સારવારમાં પણ બેદરકારી દાખવવામાં આવી રહી છે.
તેજસ્વી યાદવે વધુમાં જણાવ્યું હતું કે, નિયમ કાયદો પણ કંઇક હોય છે, કોઇએ પુછ્યું છે કે લૉ એન્ડ ઑર્ડર સ્થિતિ કેમ બગડી છે.