વારાણસીમાંથી નામાંકન રદ થતાં સુપ્રીમ કોર્ટ પહોંચ્યા BSF જવાન - rejection
ન્યૂઝ ડેસ્ક: સસ્પેન્ડેડ BSF જવાન તેજબહાદુર વારાણસી સીટ પર અપક્ષમાંથી નામાંકન ભર્યા બાદ એફિડેવિટમાં જણાવ્યું હતું કે, ભ્રષ્ટાચારના આરોપને કારણે તેમને BSFમાંથી હટાવામાં આવ્યા હતાં. પરંતુ બાદ તેમને સપાએ ઉમેદવાર બનાવ્યા તો તેમણે બીજું એફિડેવિટ રજૂ કર્યું હતું. આ જાણકારીને આધાર માની તેજબહાદુરનું નામાંકન ચૂંટણી પંચે રદ કરી નાખ્યું હતું.
file
વડાપ્રધાન મોદીની સીટ વારાણસીમાંથી પોતાનું નામાંકન રદ થયા બાદ તેજબહાદુરે સુપ્રીમ કોર્ટમાં અરજી લગાવી છે. નામાંકનમાં જાણકારી છુપાવવાને કારણે તેમનું નામાંકન રદ કર્યું હતું તે વાતને લઈ જવાન હવે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે.