ગુજરાત

gujarat

ETV Bharat / bharat

હવે ખબર પડશે પાકિસ્તાનને, ભારતે સરહદ પર 200 ટકા ટેક્સ વધાર્યો - bcd

નવી દિલ્હી: પાકિસ્તાનથી આવતી વસ્તુઓ પર ભારતે 200 ટકા ટેક્સ વસુલવાનું બીલ રાજ્યસભામાં પાસ કરાવી લીધું છે. સદનમાં મસૂર, બોરિક એસિડ અને ડાયગ્નોસ્ટિક તથા લેબોરેટરી રીજેંટ્સ પર બેઝીક ટેક્સ(કર) વસૂલવાનું નક્કી કર્યું છે, જેના માટેની મંજૂરી સંસદમાંથી મળી ગઈ છે.

FILE

By

Published : Jul 9, 2019, 8:17 AM IST

આ પ્રસ્તાવમાં મસૂર પર 40 ટકાથી વધારી 50 ટકા કરવાની માગ કરાઈ છે. બોરિક એસિડ પર 17.5 ટકાથી વધારીને 27.5 ટકા થઈ જશે. તો ડાયગ્નોસ્ટિકમાં 20 ટકાથી વધીને 30 ટકા ટેક્સ થઈ જશે.

નાણા રાજ્યપ્રધાન અનુરાગ ઠાકુરે નાણાપ્રધાન નિર્મલા સીતારમણ તરફથી બંને બીલ રજૂ કર્યા હતા જે ધ્વની મતથી સ્વીકર કરવામાં આવ્યા હતાં.

ABOUT THE AUTHOR

...view details