ચેન્નઈ: તમિલનાડુના તૂતીકોરીન જિલ્લાના સંતનકુલમમાં પોલીસના ત્રાસથી પિતા-પુત્રનુ મૃત્યુ થયું હતું. આ કેસમાં ક્રાઈમ બ્રાંચે છ લોકો વિરુદ્ધ ગુનો નોંધીને એક પોલીસ સબ ઈન્સ્પેક્ટરની ધરપકડ કરી હતી.
તૂતીકોરીન કેસ: 6 લોકો સામે ફરિયાદ, એક સબ ઈન્સ્પેક્ટરની ધરપકડ - Tamil Nadu Sathankulam deaths news
તમિલનાડુના તૂતીકોરીન જિલ્લાના સંતનકુલમમાં પોલીસના ત્રાસને લીધે પિતા-પુત્રના મોત થયું હતું. આ કેસમાં એક સબ ઈન્સ્પેક્ટરની ધરપકડ કરવામાં આવી છે. તેમજ ક્રાઈમ બ્રાંચે છ લોકો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી છે.
તૂટીકોરીન કેસ
આ અંગે ક્રાઈમ બ્રાંચના સૂત્રોએ જણાવ્યું હતું કે, આ કેસની એફઆઇઆરમાંથી બે સબ ઈન્સ્પેક્ટર રઘુ ગણેશ અને બાલકૃષ્ણન સહિત બીજા અનેક પોલીસ સ્ટાફ સામેે હત્યાની કલમ ઉમેરવામાં આવી છે. જો કે, પોલીસકર્મી રઘુ ગણેશની ક્રાઈમ બ્રાંચના અધિકારીઓએ ધરપકડ કરી છે.