ગુજરાત

gujarat

ETV Bharat / bharat

તમિલનાડુના ઓફિસરે ફળોની લારી ઉંધી વાળી, વીડિયો વાઈરલ - વાનીયમબાદી મ્યુનિસિપલ કમિશનર

તમિલનાડુમાં કન્ટેઈનમેન્ટ ઝોનની અંદર મ્યુનિસિપલ કમિશનરે માર્કેટમાં ફળોની લારી ઉંધી વાળી દીધી હતી. જેનો વીડિયો વાઈરલ થયો છે. આ વીડિયો વાઈરલ થયા બાદ મ્યુનિસિપલ કમિશનરે માફી માંગી હતી.

કન્ટેઈનમેન્ટ ઝોન
તામિલનાડુ

By

Published : May 13, 2020, 3:59 PM IST

તમિલનાડુ: વાનીયમબાદીમાં એક વરિષ્ઠ સરકારી અધિકારી રસ્તાની બાજુમાં ફળ અને શાકભાજી વેચનારા લોકોની લારીને ઉથલાવતા જોવા મળ્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.

તિરૂપથુર જિલ્લાના વાનીયમબાદી શહેરના મ્યુનિસિપલ કમિશનર સેસિલ થોમસ નગરપાલિકાના માર્કેટમાં શાકભાજી-ફળ વેચનારાઓની લારીઓ ઉથલાવતા આ વીડિયોમાં જોઈ શકાય છે. આ વિસ્તારમાં રસ્તાની બાજુના સ્ટોલ અથવા ગાડીઓ લગાવવી પ્રતિબંધિત છે. તેમ છતાં તિરુપથુરમાં શાકભાજી વહેંચનારા લોકોના યુનિયને આ કેસમાં સંબંધિત અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.

ઓનલાઈન આકરા પ્રતિસાદો બાદ થોમસે તેની કાર્યવાહી માટે માફી માંગી હતી. તેમને સ્વ-બચાવમાં જણાવ્યું હતું કે, તેઓ નથી ઈચ્છતા કે, વાનીયમબાદી ચેન્નાઈના કોયામબેડુ જેમ હોટસ્પોટ તરીકે ઉભરી આવે.

દેશભરમાં ધીરે ધીરે પ્રતિબંધ હળવો થતાં તિરૂપથુર જિલ્લામાં પણ વાનીયમબાદી, દેવસ્થાનમ, ચેત્તીપાનુર રામાનાયપેટ અને ગિરિસમુદ્રમ, 4 કન્ટેઈનમેન્ટ ઝોન સિવાય તમામ વિસ્તારોમાં દુકાનો ખોલવાની મંજૂરી આપવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details