ગુજરાત

gujarat

ETV Bharat / bharat

નીરવ અને તેની બહેન પૂર્વીના સ્વિસ બેંકના ખાતા સીઝ

ન્યૂઝ ડેસ્ક: પંજાબ નેશનલ બેન્ક(PNB)કૌભાંડના મુખ્ય આરોપી નીરવ મોદી પર તપાસ એજન્સીઓએ મોટી કાર્યવાહી કરી છે. તપાસ એજન્સીઓ દ્વારા નીરવ મોદી અને તેની બહેન પૂર્વી મોદીના ચાર બેંક ખાતાના સ્વિટ્ઝરલેન્ડમાં સીઝ કર્યા છે.

By

Published : Jun 27, 2019, 6:38 PM IST

seized

નીરવ અને પૂર્વીના આ ખાતાઓમાં અંદાજે 283.16 કરોડ રૂપિયા જમા હતા. આ મામલા અંગે સ્વિસ બેન્કે એક નોટિસ પણ જાહેર કરી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે ભારતની માગ પર તેમને નીરવ અને પૂર્વી મોદીના ચાર ખાતાઓને સીઝ કરી દીધા છે.

નીરવ મોદી અંગે આવા સમાચાર આવવા તે એજન્સી માટે મહત્વની સફળતા છે. નીરવ મોદી હાલ લંડનમાં છે અને પોલીસ કસ્ટડીમાં છે. તે ચાર વખત કોર્ટમાં જામીન માટે અરજી કરી ચુક્યો છે, પરંતુ દર વખતે તેને નિષ્ફળતા મળી છે. લંડનની કોર્ટે દર વખતે તેની જામીન અરજીને ફગાવી દીધી છે.

ફેબ્રુઆરી 2018માં જ્યારે PNB કૌભાંડ સામે આવ્યું હતું, ત્યારથી નીરવ મોદી ફરાર હતો. એજન્સીઓ દ્વારા તેની શોધખોળ ચાલી રહી હતી. ત્યારથી અત્યાર સુધી નીરવ મોદીની કરોડોની સંપત્તિ જપ્ત કરી દેવાઈ છે. આ જ વર્ષે 19 માર્ચે નીરવ મોદીની લંડનમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી જ ભારતીય એજન્સીઓ પણ તેને ભારત લાવવાના પ્રયાસો કરી રહ્યા છે અને બ્રિટેન સાથે તેના પ્રત્યાપર્ણની વાત કરવામાં આવી રહી છે. ભારતમાં CBI અને ED નીરવ મોદી સાથે સંબંધિત કેસની તપાસ કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details