જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટીમાં 5 જાન્યુઆરી સાંજે થયેલી હિંસાને લઈને દિલ્હી પોલીસે JNU વિદ્યાર્થી સંઘની અધ્યક્ષ આઈશી ઘોષ સામે FIR નોંધાઈ છે. જે અંગે દિલ્હી મહિલા આયોગની અધ્યક્ષ સ્વાતિ માલીવાલે કહ્યું કે, શરમજનક વાત છે કે, JNU હિંસામાં ઘાયલ થયેલી મહિલા સામે જ પોલીસે ફરિયાદ નોંધી છે. તેને માર મારી માથાના ભાગે ઈજા પહોંચાડી હતી. જેલ પ્રસાશન અને દિલ્હી પોલીસ વિદ્યાર્થીઓને ડરાવવી રહ્યા છે.
દિલ્હી મહિલા આયોગની અધ્યક્ષ સ્વાતિ માલીવાલે પ્રતિક્રિયા આપી સ્વાતિ માલીવાલે ઉઠાવ્યા સવાલો
મહિલા આયોગે આ બાબતે દિલ્હી પોલીસ અને JNU રજીસ્ટારને સમન્સ પાઠવ્યું હતું. રવિવાર સાંજે થયેલી હિંસા બાબતે જવાબ માંગ્યો છે. જે અંગે DCW (દિલ્હી કમિશન ફોર વુમન)ની અધ્યક્ષ સ્વાતિ માલીવાલે કહ્યું કે, દિલ્હી પોલીસે જામિયા યુનિવર્સિટીમાં જઈને વિદ્યાર્થીઓને માર્યા હતા. એ મામલે પણ હજૂ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે બીજી તરફ કેટલાક બુકાનીધારીઓ દ્વારા JNUમાં જઈને હિંસા આચરવામાં આવી હતી. આ અસામાજિક તત્ત્વોએ JNUની સંપતિને પણ નુકસાન કર્યું હતું. આ લોકો વિશે દિલ્હી પોલીસ કે JNU વહિવટીતંત્રને જાણ નથી.
દિલ્હી પોલીસ પાસે માંગ્યો ખુલાસો
1 જાન્યુઆરીએ JNUમાં થયેલી હિંસા દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા દિલ્હી પોલીસ અને મહિલા હેલ્પલાઈન નંબર પર કરવામાં આવેલા કોલ વિશે સ્વાતિ માલીવાલને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, પ્રત્યેક કોલમાં શું પૂછવામાં આવ્યું હતું અને કોલનો શું જવાબ આપવામાં આવ્યો છે, તે અંગે અમે દિલ્હી પોલીસ પાસે સંપૂર્ણ માહિતી માંગી છે.