તમામ 'મોદી'ને ચોર કહેવા પર 'સુમો' કરશે રાહુલ ગાંધી પર માનહાનિ - bjp
ન્યૂઝ ડેસ્ક: બિહારના નાયબ મુખ્ય પ્રધાન અને ભાજપના નેતા સુશીલ મોદીએ કહ્યું હતું કે, તેઓ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ કરશે. રાહુલ ગાંધીએ થોડા દિવસ પહેલા ચૂંટણીની એક રેલીમાં કહ્યું હતું કે, મોદી ઉપનામ વાળા તમામ લોકો ચોર છે. સુશીલ મોદી રાહુલના આ નિવેદન પર માનહાનિનો કેસ કરવાની તૈયારીમાં છે.
ians
સાથે સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીના સમર્થનમાં આ વખતે 2014 કરતા પણ વધારે તેજ મોદી લહેર ચાલી રહી છે. મહામિલાવટી ગઠબંધન હાર ભાળી ગયા છે એટલે ઈવીએમ પર સવાલો ઊભા કરે છે.