અરજીને ફગાવતા ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું કે, કોર્ટ આ મામલાને વારંવાર કેમ સાંભળે. ચીફ જસ્ટિસે કહ્યું કે, આ મામલામાં હસ્તક્ષેપ નથી કરવા માંગતા.
SC એ EVM સાથે VVPATની 50 ટકા ચબરખીઓની ગણતરી કરવાની પુન:વિર્ચાર અરજી ફગાવી
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી માટે પાંચ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. હવે બે તબક્કાનું મતદાન બાકી છે. જેની વચ્ચે આજે સુપ્રીમ કોર્ટમાં EVM અને VVPATની કોપી ગણતરીને લઈને 21 વિપક્ષી દળોએ પુન:વિર્ચાર અરજીને સુપ્રીમ કોર્ટ ફગાવી દીધી છે. આ અરજી TDP તેલેગુ દેશમ પાર્ટી અને કોંગ્રેસ સહિત 21 વિપક્ષી દળોએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી હતી. આ પાર્ટીઓની માંગ હતી કે 50 ટકા VVPATની કોપીઓને EVM સાથે મેચ કરવાનો આદેશ ચૂંટણી પંચને આપ્યો હતો.
સ્પોટ ફોટો
ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે પોતાના ચૂકાદામાં દરેક વિધાનસભા વિસ્તારમાં ઓછામાં ઓછા પાંચ બૂથના EVM અને VVPATની કોપીને મેચ કરવાનું કહ્યું હતું. ચૂંટણી પંચે તેને માન્ય રાખ્યું હતું. લોકસભા ચૂંટણીમાં EVMમાં પડેલા વોટ અને VVPATની સ્લીપની સરખામણી કરવા બાબતે VVPATની સ્લીપમાં પાંચ ટકા વધાર્યો છે. આ અગાઉ ફક્ત એક VVPATનું મિલાન થતું હતું.
નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટમાં 21 વિપક્ષી પાર્ટીઓ અરજી કરી હતી કે, EVMની સાથે 50 ટકા VVPATની કોપી ગણતરીને કરવામાં આવે.