ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સુપ્રીમ કોર્ટનો આદેશ, પત્રકાર પ્રશાંતને તાત્કાલિક મુક્ત કરે UP સરકાર

ન્યૂઝ ડેસ્કઃ સ્વતંત્ર પત્રકાર પ્રશાંત કનોજીયાની ધરપકડથી જોડાયેલી અરજી પર સુપ્રિમ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને પ્રશાંતને તાત્કાલિક ધોરણે મુક્ત કરવાનો આદેશ કર્યો છે.

By

Published : Jun 11, 2019, 12:03 PM IST

kanojia

પ્રશાંતની પત્ની તરફથી દાખલ કરવામાં આવેલી અરજી પર મંગળવારે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, "દરેક વ્યકિતના વિચાર અલગ-અલગ હોઇ શકે છે, હાં પ્રશાંતે એ પ્રકારનું ટ્વીટના લખવું જોઇએ પરંતુ પ્રશાંતની કોઇ પણ આધાર વગર ધરપકડ કરી શકાય નહીં."

સૌજન્યઃ ANI

કોર્ટે જણાવ્યું કે "એક ટ્વીટ માટે કોઇને 11 દિવસ સુધી જેલમાં ના રાખી શકાય, અને આ કોઇ હત્યાનો કેસ પણ નથી માટે તાત્કાલિક ધોરણે પ્રશાંતને મુક્ત કરવામાં આવે"

કોર્ટે જણાવ્યું કે, જો કોઇની ખાનગી આઝાદીનું હનન થઇ રહ્યું છે તો અમે હસ્તક્ષેપ કરી શકીએ છે, રાજય સરકાર પણ તપાસ કરી શકે છે પરંતુ પ્રશાંતને જેલમાં રાખવો તે યોગ્ય નથી

એક તરફ કોર્ટમાં UP સરકારના પક્ષ તરફથી કેસ લડી રહેલા ASG વિક્રમજીત બેનર્જીએ કોર્ટને પ્રશાંત તરફથી કરવામાં આવેલા ટ્વીટની પેપર પ્રિન્ટ સોંપી હતી. તેમણે કોર્ટને કહ્યું, પ્રશાંતની ધરપકડ ફક્ત ટ્વીટ કરવામાં નથી કરવામાં આવી તેણે ભગવાન અને ધર્મ વિરુદ્ધ ટ્વીટ કર્યા છે.

ABOUT THE AUTHOR

...view details