રાફેલ ડીલ પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નિવેદનની વિરૂદ્ધ ભાજપ સાંસદ મીનાક્ષી લેખીની અવગણના અરજી પર સુપ્રીમ કોર્ટ આજે સુનાવણી કરશે. રાફેલ ડીલને લઈને પુન:વિચાર અરજી પર સુપ્રીમ કોર્ટના ચૂકાદા બાદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે માન્યુ કે ચોકીદાર ચોર છે. મીનાક્ષી લેખીનું કહેવું છે કે, રાફેલ મામલામાં ગોપનીય દસ્તાવેદજ ચર્ચાનો ભાગ બન્યા બાદ સુપ્રીમ કોર્ટના ચૂકાદાને કોંગ્રેસ અધ્યક્ષે ખોટી રીતે રજૂ કર્યો છે.
રાહુલ ગાંધી પર માનહાનિ કેસમાં આગામી સુનાવણી 22 એપ્રિલે - PM Narendra Modi
નવી દિલ્હી: રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિ કેસમાં આગામી 22 એપ્રિલે સુનાવણી હાથ ધરાશે. આપને જણાવી દઈએ કે, રાહુલ ગાંધી વિરુદ્ધ ભાજપના સાંસદ મિનાક્ષી લેખેએ ફરિયાદ નોંધાવી હતી.
મીનાક્ષી લેખીએ રાહુલ ગાંધી પર આરોપ લગાવતા કહ્યું કે, 'ચોકીદાર ચોર છે'ના પોતાના નિવેદનને રાહુલે સુપ્રીમ કોર્ટના નિવદેનની જેમ રજૂ કર્યું હતું. તેમણે કહ્યું કે, રાફેલ પર પુન:ર્વિચાર અરજી મામલામાં સુપ્રીમ કોર્ટના ચૂકાદા બાદ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે માન્યું કે ચોકીદાર ચોર છે, જે સુપ્રીમ કોર્ટની અવગણના છે.
ઉલ્લેખનીય છે કે, રાફેલ ડીલ મામલામાં કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની તે આપત્તિની ફગાવી દીધી હતી, જેમાં ગોપનીય દસ્તાવેજોની આધાર પુન:ર્વિચાર કરવાની માગ કરવામાં આવી હતી. કોર્ટે કહ્યું હતું કે, ગોપનીય દસ્તાવેજ આધારે આગળ પુન:ર્વિચાર અરજી પર સુનાવણી કરશે. સરકારે ગોપનીય દસ્તાવેજની આધારે પુન:ર્વિચાર અરજી ફગાવવાની માંગ કરી હતી.
તો ચૂંટણી પંચના તરફથી PM મોદીની બાયોપિક પર લાગેલી રોક પર સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. ગત સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે આયોગ પર નિર્ણય છોડી દીધો હતો, જે બાદ ચૂંટણી પંચે ફિલ્મની રિલીઝ પર રોક લગાવી હતી. ફિલ્મ નિર્માતાઓને એક વાર ફરી સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા છે.