આજે આવો જ એક કિસ્સો જોવા મળ્યો હતો. જ્યારે સન્ની રોડ શૉ કરી રહ્યા હતાં ત્યારે અચાનક એક સમર્થક આવી સન્નીને હેન્ડ પંપ આપી ગયો હતો. સન્ની પણ તેને લઈ ખુશ જણાતા હતાં.
સન્ની દેઓલને રોડ શૉમાં હેન્ડ પંપ આપ્યો, પાપાએ પણ સાથ આપ્યો - gurudaspur
ન્યૂઝ ડેસ્ક: પંજાબના ગુરૂદાસપુરથી ભાજપ ઉમેદવાર અભિનેતા સન્ની દેઓલે આજે ગુરૂદાસપુરમાં એક રોડ શૉ કર્યો હતો. આ રોડ શૉમાં અનેક લોકોએ ભારે ભીડ જમા કરી હતી. સન્ની દેઓલે અહીં ભાજપનું શક્તિ પ્રદર્શન કર્યું હતું. અહીં પાર્ટી તરફથી સન્ની દેઓલ લોકોને આકર્ષવા માટે નીત નવા પ્રયોગો કરી રહ્યા છે.
twitter
સન્ની દેઓલના રોડ શૉના લઈ તેમની પિતા ધર્મેન્દ્રએ પણ ટ્વીટ કરી વીડિયો શેર કર્યો હતો જેમાં તેમણે કહ્યું હતું કે, અમે દેશની સેવા કરીશું. આમ પિતા ધર્મેન્દ્ર પણ દિકરા સન્નીની મદદ કરી રહ્યા છે તથા પૂરો સહકાર આપી રહ્યા છે.
આપને જણાવી દઈએ કે, પહેલા આ સીટ ભાજપના વિનોદ ખન્ના પાસે હતી હવે ફરી એક વાર પાછા અહીંથી બોલિવૂડ ઉમેદવાર આવી રહ્યા છે મેદાનમાં.