નવી દિલ્હીઃ જયસિંહ માર્ગ પર સ્થિત પોલીસ હેડક્વાર્ટરની બહાર એક શખ્સે પોતાના પર જ્વલનશીલ સામગ્રી નાખીને આગ લગાડવાનો પ્રયાસ કર્યો હતો. જેથી ગેટ પર હાજર પોલીસકર્મીઓએ તાત્કાલિક આ વ્યક્તિની ધરપકડ કરી હતી.
નવી દિલ્હીમાં એક વ્યક્તિએ આપઘાતનો પ્રયાસ કરતા પોલીસે તેની ધરપકડ કરી - જ્યોતિનગર પોલીસ
નવી દિલ્હીના જયસિંહ માર્ગ પર સ્થિત પોલીસ હેડક્વાર્ટરની બહાર એક શખ્સે પોતાના પર જ્વલનશીલ સામગ્રી નાખીને આગ લગાડવાનો પ્રયાસ કર્યો હતો. જેથી ગેટ પર હાજર પોલીસકર્મીઓએ તાત્કાલિક આ વ્યક્તિની ધરપકડ કરી હતી.
New Delhi
આ ઘટનાની માહિતી જ્યોતિનગર પોલીસને આપવામાં આવી હતી. જેમાં પીડિતે પોલીસને જણાવ્યું હતું કે, તેમનો 25 વર્ષીય પુત્ર ફૈઝન જીન્સની ફેક્ટરીમાં કામ કરતો હતો અને તેમના પુત્રએ પોતાની સાથે કામ કરનારા ફૈઝાને સામે કરચોરીની ફરિયાદ કરી હતી.
પીડિતનો આરોપ છે કે, 28 સપ્ટેમ્બર 2020ની રાત્રીએ અલીમ અને તેના સાથીઓએ ફૈઝાનનું અપહરણ કરી માર માર્યો હતો. આ અંગે પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.