ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાહુલ ગાંધીએ PM મોદીને લખ્યો પત્ર, લોકડાઉનનો વિકલ્પ શોધવા કહ્યું

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોરોના વાઈરસ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો છે. તેમણે આ પત્રમાં લખ્યું કે, અચાનક કરવામાં આવેલા લોકડાઉનના કારણે લોકોમાં ભ્રમ ફેલાઈ રહ્યો છે. લોકો કોરોના વાઈરસથી ગભરાઈ ગયા છે.

Sudden lockout has created immense panic and confusion: Rahul to PM
કોરોના વાઈરસ અંગે રાહુલે લખ્યો PM મોદીને પત્રઃ લોકડાઉનનો વિકલ્પ શોધવા કહ્યું

By

Published : Mar 29, 2020, 7:13 PM IST

નવી દિલ્હી: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખીને જણાવ્યું છે કે, અચાનક લોકડાઉન કરવાથી લોકોમાં ભારે ગભરાટ અને મૂંઝવણ સર્જાઈ છે. સરકારે લોકડાઉનની જગ્યાએ બીજા કોઈ પગલા લેવા માગણી કરી છે.

રાહુલ ગાંધીએ પત્રમાં લખ્યું છે કે, કોરોના વાઈરસ સામે લડવા ભારતની પરિસ્થિતિ અલગ છે. સંપૂર્ણ લોકડાઉન નક્કી કરનારા અન્ય દેશોની જેમ આપણે લોકડાઉન કરવાની સાથે અન્ય પગલાં પણ લેવા જોઈએ. આ અગાઉ રાહુલ ગાંધીએ લોકડાઉન બાદ ઉદ્ભવેલી વિકટ સ્થિતિઓને ટ્વીટર પર શેર કરી હતી.

સરકાર પાસે રાહુલે લોકોનું સ્થળાંતર કરતા રોકવા કરી અપીલ

રાહુલ ગાંધીએ શનિવારે એક ટ્વીટમાં સ્થળાંતર કરતા લોકોની તસવીર શેર કરતા લખ્યું હતું કે, આ ભયંકર સ્થિતિ માટે સરકાર જવાબદાર છે. નાગરિકોની આ પરિસ્થિતિ એ બહુ મોટો ગુનો છે. આજે, સંકટની ઘડીમાં આપણા ભાઈ-બહેનોને સન્માન અને સહકાર તો મળવો જ જોઈએ. સરકારે વહેલી તકે નક્કર પગલાં ભરવા જોઈએ જેથી કોઈ મોટી દુર્ઘટના સર્જાય નહીં.

ABOUT THE AUTHOR

...view details