રેલવે સ્ટેશનથી એક કિલોમીટર દૂર મોટી છાવણીથી દક્ષિણ બાજૂ 'સ્વર્ણ ખંડ કુંડ' આવેલો છે, જેમનો ઉલ્લેખ વાલ્મીકિ રામાયણ અને સ્કન્દ પુરાણના અયોધ્યા મહાત્મયમાં કરવામાં આવ્યો છે. સ્વર્ણ ખંડ કુંડ મંદિરના વારસદાર રત્નેશ દાસે જણાવ્યું કે, જ્યારે મહારાજા રઘુએ વિશ્વને જીત્યા બાદ વિશ્વજીત યજ્ઞનું આયોજન કર્યું હતું તો તેમાં પોતાની તમામ સુવર્ણ મુદ્રાઓ અને ધનને ગરીબ, જરૂરીયાતમંદ તથા બ્રાહ્મણોને દાન કરી દીધું હતું.
કુબેર પર આક્રમણની તૈયારી શરૂ હતી અને કુબેરે કર્યો ધનનો વરસાદ
અયોધ્યા: ભગવાન શ્રીરામ સાથે જોડાયેલ ઐતિહાસિક, સાંસ્કૃતિક અને પૌરાણીક વાર્તાઓને તો તમામ લોકો જાણે છે. શ્રીરામને મર્યાદા પુરૂષોતમના નામથી પણ ઓળખવામાં આવે છે. દિવાળી પહેલાં અમે અયોધ્યાના એવા કુંડની વાસ્તવિકતા જણાવીશું, જેમાં ત્રેતા યુગમાં ભગવાન શ્રીરામના પૂર્વજ મહારાજા રઘુના ડરથી કુબેરે સોનાનો વરસાદ વરસાવી દીધો હતો.
યજ્ઞ બાદ કાઉત્સ્કી તેમની પાસે આવ્યા અને બોલ્યા રાજન મારે મારા ગુરૂને ગુરૂ દક્ષિણા આપવા માટે સુવર્ણ મુદ્રાઓ જોઈએ. પરંતુ, તમે દાન આપી દીધું છે તો મને હવે શું દાન આપશો? ત્યારે મહારાજા રઘુએ કહ્યું, આજે રાત્રીએ અહીંયા આરામ કરો હું કોઈ ઉપાય શોધું છું, ત્યારબાદ મહારાજા રઘુએ સેનાપતિ અને પોતાના મંત્રીઓ સાથે ચર્ચા કરી અને તેમણે ભગવાન કુબેર પર આક્રમણ કરવાની યોજના બનાવી આક્રમણ કરવા માટે આદેશ આપી દીધો હતો.
કુબેરને જ્યારે માહિતી મળી કે, મહારાજા રઘુ તેમના પર આક્રમણ કરવાના છે તો તેમણે તે જ રાત્રીએ મહારાજા રઘુના યજ્ઞ વચ્ચે આ કુંડમાં સુવર્ણ મુદ્રાઓનો વરસાદ શરૂ કરી દીધો, ત્યારબાદ ઈશ્વર રૂપી બાળકના સ્વરૂપે બાળક ભગવાન શ્રીરામનો જન્મ થયો.