તેમણે ઉમેર્યું હતું કે, આ સેવા 31 ડિસેમ્બરની મધ્યરાત્રિથી સરકારી હોસ્પિટલોમાં ઈન્ટરનેટ સેવા અને મોબાઈલ એસએમએસ સેવા કાર્યરત થઈ જશે.
કાશ્મીરમાં 5 મહિના બાદ SMS સેવા શરૂ, સરકારી હોસ્પિટલમાં ઈન્ટરનેટ ચાલશે
શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરમાં લગભગ પાંચ મહિના બાદ મોબાઈલ એસએમએસ સેવા ફરીથી શરૂ કરી દેવામાં આવી છે.જમ્મુ કાશ્મીરના મુખ્ય સચિવ રોહિત કંસલે જણાવ્યું છે કે, જમ્મુ કાશ્મીરમાં તમામ સરકારી ઓફિસમાં બ્રૉડબેન્ડ સુવિધા અને એસએમએસ સેવા ચાલુ થઈ જશે.
article 370
આપને જણાવી દઈએ કે, અગાઉ કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખના કારગિલમાં 27 ડિસેમ્બરમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવા શરૂ કરી દીધી હતી. કાશ્મીરમાં પાંચ ઓગસ્ટના રોજ 370ની રદ કર્યા બાદ ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું હતું.