બાબરી મસ્જિદ ધ્વંસ વિવાદઃ વિશેષ જસ્ટિસ એસ.કે યાદવના કાર્યકાળમાં વધારો
નવી દિલ્હીઃ બાબરી મસ્જિદ ધ્વંસ મુદ્દે સુનવણી કરી રહેલા વિશેષ જજ એસ. કે. યાદવના કાર્યકાળમાં વધારો કરાયો છે. ઉત્તર પ્રદેશ સરકારે આ બાબતે એક સોગંદનામુ રજૂ કર્યું છે. સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ આર.એફ. નરીમન અને સૂર્યકાંતની બેચ દ્વારા ઉત્તરપ્રદેશના મુખ્યસચિવ દ્વારા દાખલ સોગંદનામાનું અવલોકન કર્યું છે.
શુક્રવારે ઉત્તરપ્રદેશ સરકારે સુપ્રીમ કોર્ટને સૂચના આપી. જેમાં સરકારે કોર્ટના આદેશનું પાલન કરતા 1992 બાબરી મસ્જિદ ધ્વંસ બાબતે સુનવણી કરી રહેલા જજ એસ.કે. યાદવના કાર્યકાળમાં વધારો કર્યો છે. આ ઘટનામાં ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી અને ઉમા ભારતી જેવા નામો જોડાયેલા છે.
જસ્ટિસ આર.એફ.નરીમન અને સૂર્યકાંતની બેંચ દ્વારા ઉત્તરપ્રદેશના મુખ્યસચિવે આ સોગંદનામાનું અવલોકન કર્યુ છે. વરિષ્ઠ વકીલ એશ્વર્યા ભાટીએ બેચને જણાવ્યું કે, ઉચ્ચ અદાલતના આદેશનું પાલન કરતા અયોધ્યા ધ્વંસ બાબતનો નિર્ણય આવતા સુધી વિશેષ ન્યાયાલયના કાર્યકાળમાં વધારો કરાયો છે. વરિષ્ઠ વકીલ એશ્વર્યા ભાટી કોર્ટમાં ઉત્તર પ્રદેશ સરકારનું પ્રતિનિધિત્વ કરી રહ્યાં છે.