ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હીમાં 100 કરોડના ડ્રગ્સ સાથે ત્રણની ધરપકડ

નવી દિલ્હીઃ મ્યાનમારથી ડ્રગ્સની ખેપ મારી દિલ્હી અને એનસીઆર તેમજ ઉત્તર ભારતમાં સપ્લાય કરનાર ગેંગના ત્રણ સાગરિતોને સ્પેશિયલ સેલે પકડી પાડ્યા છે. આરોપીઓ પાસેથી 25 કિલો હેરોઈન જપ્ત કરાયુ છે. જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 100 કરોડથી વધારે થાય છે.

દિલ્હીમાંથી 100 કરોડના ડ્રગ્સ સાથે ત્રણની ધરપકડ

By

Published : Oct 17, 2019, 11:08 PM IST

Updated : Oct 18, 2019, 9:32 AM IST

અત્યાર સુધીમાં 600 કિલોથી વધારે હેરોઈન જપ્ત કરાયું

આરોપીઓએ પોલીસ સમક્ષ કબુલ્યુ છે કે, વર્ષ 2019માં 200 કિલોથી વધારે હેરોઈનની સપ્લાય કરી ચુક્યા છે. પોલીસ આખા નેટવર્કની માહિતી કઢાવવા માટે આરોપીઓની કડક પુછપરછ કરી રહી છે.

ડીસીપી પ્રમોદ કુશવાહાએ કહ્યુ હતું કે, ડ્રગ્સની તસ્કરીનો પર્દાફાશ કરવા સ્પેશિયલ સેલની ટીમ સતત કામગીરી કરી રહી છે. આ વર્ષે અત્યાર સુધીમાં 600 કિલોથી વધારે હેરોઈન જપ્ત કરાયુ છે. તસ્કરોને ઘણી બધી ગેંગની ધરપકડ કરાઈ છે. કેટલાક મહિના પહેલા પોલીસને સુચના મળી હતી કી ઉત્તરપ્રદેશના કેટલાક યુવાનો મ્યાનમારથી હેરોઈન લાવી દિલ્હી એનસીઆરઅને ઉત્તરભારતમાં તેની ખેપ મારે છે. જેથી એસીપી અતરસિંહના માર્ગદર્શન હેઠળ ઈન્સપેક્ટર શિવકુમારીની ટીમે એક મહિના સુધી તપાસ કરી હતી.

લાજપત નગરથી થઈ આરોપીઓની ધરપકડ

પોલીસની બાતમી મળી હતી કે, હેરોઈન સપ્લાય કરનાર તસ્કરોને કારમાં બેસી બારાપુલા ફ્લાયઓવર પરથી પસાર થશે. બાતમીના આધારે સ્પેશિયલ સેલની ટીમે લાજપતનગર વિસ્તારમાં સિલ્વર રંગની સ્વિફ્ટ કારને રોકી ત્રણ યુવાનોને પકડી લીધા હતા. તપાસ કરતાં તેમની પાસેથી પાંચ-પાંચ કિલો હેરોઈનનો જથ્થો મળી આવ્યો હતો. ગાડીમાંથી 10 કિલો હેરોઈનનો જથ્થો મળી આવ્યો હતો. આરોપીના નામ હાશિમ, સાબિર અને નરેશ હોવાનું બહાર આવ્યુ છે. આ જથ્થો તેઓ મ્યાનમારથી મણિપુર, અસમ સુધી પહોંચાડવાના હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યુ છે.

Last Updated : Oct 18, 2019, 9:32 AM IST

ABOUT THE AUTHOR

...view details