ઉત્તર પ્રદેશઃ દેશના જુદા-જુદા રાજ્યો ઉપરાંત સરકાર ફસાયેલા ભારતીયોને વિદેશમાંથી સલામત રીતે વતન પરત લાવવા અને તેમના ઘરે પાછા મોકલવામાં વ્યસ્ત છે. આ જ ક્રમમાં પીએમ મોદીના સંસદીય મત વિસ્તાર વારાણસી સહિત પૂર્વાંચલના જુદા જુદા જિલ્લાના 170 એનઆરઆઈને લઇને એક વિશેષ ફ્લાઈટ સોમવારે યુકેથી વારાણસી પહોંચશે.
યુકેમાં ફસાયેલા 170 NRI સોમવારે વિશેષ ફ્લાઈટથી વારાણસી પહોંચશે
દેશના જુદા-જુદા રાજ્યો ઉપરાંત સરકાર ફસાયેલા ભારતીયોને વિદેશમાંથી સલામત રીતે વતન પરત લાવવા અને તેમના ઘરે પાછા મોકલવામાં વ્યસ્ત છે. પીએમ મોદીના સંસદીય મત વિસ્તાર વારાણસી સહિત પૂર્વાંચલના જુદા જુદા જિલ્લાના 170 એનઆરઆઈને લઇને એક વિશેષ ફ્લાઈટ સોમવારે યુકેથી વારાણસી પહોંચશે.
પર્યટન વિભાગ આ વિદેશી ભારતીયોની સુરક્ષા માટે લોકોને સલામત રાખવાની તૈયારી કરી રહ્યું છે. યુકેથી પાછા ફરવાના કારણે, વહીવટી તંત્રે વારાણસીની ટોચની હોટલોમાં 14 દિવસ માટે ક્વૉરન્ટીન કરવાની તૈયારી કરી લીધી છે. સૌથી મોટી વાત એ છે કે, આ લોકો જે હોટલોમાં રોકાશે તેનું ભાડું ઓછું કરવામાં આવ્યું છે અને આ લોકોએ હોટલનું ભાડું દૈનિક ધોરણે ચૂકવવું પડશે.
પર્યટન અધિકારીએ જણાવ્યું કે, સોમવારે વિદેશમાં 170 વિદેશી ભારતીય આવી રહ્યાં છે. આ મુસાફરોને એર ઇન્ડિયાના વિશેષ વિમાન દ્વારા લાવવામાં આવશે અને તેમને ક્વૉરન્ટીનમાં મોકલવાની સૂચના આપવામાં આવી છે. જેના માટે વારાણસીની રેડીસન, ગંગા ગ્રાન્ડ, ત્રિદેવ અને હોટલ ગાર્ડન જેવી ત્રણ કેટેગરીની હોટલને ભાડા પર રાખવામાં આવી છે.