ગુજરાત

gujarat

ETV Bharat / bharat

PM મોદીના સંબોધન પહેલાં સોનિયા ગાંધીનો મેસેજ, બોલ્યાં- કોરોના સંકટ પર એકજૂથ થવા તૈયાર

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મંગળવારે વડાપ્રધાન મોદી દેશને સંબોધન કરે તેના 3 કલાક પહેલાં દેશના નામે પોતાનો એક વીડિયો મેસેજ જાહેર કર્યો હતો. આ વીડિયોમાં સોનિયા ગાંધીએ કહ્યું કે, કોરોના સંકટમાં ડોક્ટર્સ, સફાઈકર્મીઓ, પોલીસ સહિત સરકારી ઓફિસર્સનું સતત કાર્યરત રહેવું કોઈ દેશભક્તિ કરતા ઓછું નથી. આપણે એકતા, અનુશાસન અને આત્મબળના ભાવથી કોરોનાને હરાવીશું, કોરોના સામે આપણે ક્યારેય હાર નહીં માનીએ.

Sonia thanks people for adhering to lockdown despite problems
PM મોદીના સંબોધન પહેલાં સોનિયા ગાંધીનો મેસેજ

By

Published : Apr 14, 2020, 10:00 AM IST

નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મંગળવારે વડાપ્રધાન મોદી દેશને સંબોધન કરે તેના 3 કલાક પહેલાં દેશના નામે પોતાનો એક વીડિયો મેસેજ જાહેર કર્યો હતો. આ વીડિયોમાં સોનિયા ગાંધીએ કહ્યું કે, કોરોના સંકટમાં ડોક્ટર્સ, સફાઈકર્મીઓ, પોલીસ સહિત સરકારી ઓફિસર્સનું સતત કાર્યરત રહેવું કોઈ દેશભક્તિ કરતા ઓછું નથી. આપણે એકતા, અનુશાસન અને આત્મબળના ભાવથી કોરોનાને હરાવીશું, કોરોના સામે આપણે ક્યારેય હાર નહીં માનીએ.

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ PM મોદીના સંબોધન પહેલાં દેશના નામે પોતાનો એક વીડિયો મેસેજ જાહેર કર્યો હતો. 5 મિનિટ 45 સેકન્ડનો આ મેસેજ સવારે 7 વાગે કોંગ્રેસ ટ્વિટર એકાઉન્ટથી પોસ્ટ કરવામાં આવ્યો છે.

આ વીડિયોમાં સોનિયાએ મેડિકલ સ્ટાફ અને અન્ય રિયલ હીરોનો આભાર માન્યો હતો. સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે, જે કોરોના વિરુદ્ધની લડાઈમાં મહત્વની ભૂમિકા નીભાવી રહ્યાં છે. તે બધાને સલામ.

આ ઉપરાંત સોનિયા ગાંધીએ લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવા અને ઘરમાં જ રહેવા માટે અપીલ કરી હતી. જો કે, આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 10 વાગે દેશને સંબોધન કરવાના છે.

ABOUT THE AUTHOR

...view details