ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પુત્રએ પિતાના મૂળ વતનમાં ભાગવત સપ્તાહ યોજી ચુકવ્યુ પિતૃઋુણ

મુંબઈ: શહેરના રહેવાસી અને મોટી કંપનીમાં વાઇસ પ્રેસિડન્ટ હોવા છતાં પુત્રએ પિતાના મૂળ ગામમાં ભાગવત સપ્તાહ યોજી હતી. પિતાની અનોખી જન્મ શતાબાદી ઊજવી મહાનગરી મુંબઈના પરીવારે માતા પિતા સાથે જન્મભુમિનું પણ રૂણ ચુકવ્યું હતું.

પુત્રએ પિતાના મૂળ વતનમાં ભાગવત સપ્તાહ યોજી ચુકવ્યુ પીતૃઋુણ

By

Published : Mar 22, 2019, 3:48 PM IST

Updated : Mar 23, 2019, 10:25 AM IST

મુળ ચોરવાડના રહીશ અને હાલ મુંબઈમાં રહેતા મલ્ટી નેશનલ કંપનીમાં વાઈસ ચેરમેન તરીકે ફરજ બજાવી રહેલ યોગેશ પાઠક જરા મુઠી ઊચેરો માનવી છે. જેની પ્રતિતિ એમના સૌ ગ્રામવાસીઓ જાણે છે. પોતાના પિતા નામે સેવાલાલ નામ એવા જ ગુણ, તેમના સાદા જીવન અને ઊચ્ચ વિચારો પુત્રમાં પણ અવતર્યા છે.

પુત્રએ પિતાના મૂળ વતનમાં ભાગવત સપ્તાહ યોજી ચુકવ્યુ પીતૃઋુણ

પોતાના પિતાની જન્મ શતાબ્દી જરા અનોખી રીતે ઊજવવાનો તેમને વિચાર આવ્યો અને તેઓ તેમના પરીવાર અને સ્વજનો સાથે મુંબઈથી માદરે વતન આવ્યા. સ્થાનિકોને સાથે રાખી વિદ્વાન કથાકાર ડો. મહાદેવ પ્રસાદ મહેતાએ યોગેશભાઈ પાઠક પરીવારને કલીકાલમાં માતા-પિતાની જન્મ શતાબ્દીની આ ઊજવણીને આશિર્વચન પાઠવ્યા હતાં તો તેમની આ પિત્રૃભક્તિ અને વતન પ્રેમના દર્શન ચોરવાડવાસીઓ સાથે સમગ્ર સ્નેહીજનોએ નત મસ્તકે કર્યા હતાં.

આજના સમાજમાં જ્યારે સંતાનો પોતાના માતાપિતાને વૃદ્ધાશ્રમોમાં મૂકી આવે છે. ત્યારે માયાનગરી મુંબઇમાં રહીને પોતાના સ્વર્ગસ્થ પિતાની જન્મ શતાબ્દી ઉજવનાર યોગેશ પાઠક ખરેખર કલિયુગના સંતાનોને અનુસરવા લાયક કાર્ય કરે છે.

Last Updated : Mar 23, 2019, 10:25 AM IST

ABOUT THE AUTHOR

...view details