ઉત્તરાખંડ: 30 એપ્રિલે બદ્રીનાથ ધામના કપાટ ખુલવાના છે, ત્યારે તંત્ર દ્વારા વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે. હાલમાં મંદિર પરિસરમાં લગભગ ચાર ફૂટ બરફ જામેલો છે. આ સિવાય કપાટ ખુલવાના પ્રસંગને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. જે અંતિમ ચરણમા જોવા મળી રહી છે.
બદ્રીનાથમાં બરફ હટાવવાની કામગીરી શરૂ, 30 એપ્રિલે ખુલશે કપાટ
કોરોના વાઈરસના સંક્રમણના કારણે ભારતમાં 3 મે સુધી દેશવ્યાપી લોકડાઉન છે. આગામી 30 એપ્રિલે ઉત્તરાખંડના બદ્રીનાથ ધામ મંદિર કપાટ ખુલશે. જોકે લોકડાઉનને કારણે મંદિર પરિસરમાં 40 લોકોને જવાની અનુમતિ આપવામાં આવી છે. સ્થાનિક પ્રશાસને કપાટ ખુલવાના પ્રસંગની તમામ વ્યવસ્થાએ કરી લીધી છે.
30 એપ્રિલના રોજ બદ્રીનાથ ધામના કપાટ ખોલવા માટે મંદિરની સમિતિની તડામાર તૈયારીઓ થઈ રહી છે. આ સિવાય યાત્રા સંબધિત વ્યવસ્થાઓની કામગીરી હાથ ધરવામાં આવી છે. મંદિર કર્મચારી દિવસ-રાત પરિક્રમા સ્થળ પર જામેલા બરફને હટાવવા માટેની કામગીરી કરી રહ્યા છે. બોર્ડર રોડ ઓગ્રેનાઈઝેશન તરફથી બદ્રીનાથ હાઈ-વેથી છેવાડાના ગામ સુધી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
બદ્રીનાથના ધર્માધીકારીએ જણાવ્યું હતું કે, બીકેટીસીના પૂર્વ અધ્યક્ષના નેતૃત્વ હેઠળ મંદિરના કર્માચરીઓ અને વિભિન્ન વિભાગોના કર્માચરીઓ દ્વારા બદ્રીનાથ ધામની વ્યવસ્થાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.