જો કે, કોંગ્રેસે સ્મૃતિના આ આરોપને ફગાવી દીધો છે. કોંગ્રેસ આ અંગે કહ્યું હતું કે, જે શખ્સનું મોત થયું છે તે ગંભીર રીતે ઘાયલ થયેલા છે. તેને લીવરની બિમારી છે, તથા ડૉક્ટરે તેમને બચાવવાનો પ્રયત્ન કર્યો છે.
સ્મૃતિ ઈરાનીએ અમેઠીમાં રાહુલ ગાંધી પર બૂથ કેપ્ચરિંગનો આરોપ લગાવ્યો - lok sabha election
અમેઠી: કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું હતું કે, રાહુલ ગાંધી અમેઠીમાં બૂથ કેપ્ચરિંગ કરાવી રહ્યા છે. તેમણે આ બાબતે એક ટ્વીટ કર્યું હતું. તેમાં એક મહિલાને આવું કહેતા જોઈ શકાય છે.
design
આપને જણાવી દઈએ કે, સ્મૃતિ ઈરાની અમેઠીથી ચૂંટણી લડી રહી છે, અહીં તેમની ટક્કર રાહુલ ગાંધી સાથે છે.
લોકસભાની સામાન્ય ચૂંટણીમાં યુપીની 14 સીટ પર આજે મતદાન થઈ રહ્યું છે. સ્મૃતિ ઈરાનીએ આરોપ લગાવ્યો હતો કે, ગાંધી પરિવારને તેમની રાજનીતિ એટલી વ્હાલી છે કે, એક નિર્દોષને મોતને ઘાટ ઉતારવા તૈયાર થઈ ગયા છે.